शुद्धं बुधानामिह तत्त्वमुक्त म् ।
प्रकीर्त्यते सम्प्रति वर्त्म तस्य ।।७।।
[પ્રથમ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પહેલા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવ્યું અને બીજા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવશે તે શ્લોક દ્વારા અતિ સંક્ષેપમાં દર્શાવે છેઃ]
[શ્લોકાર્થઃ — ] અહીં (આ શાસ્ત્રમાં પ્રથમ શ્રુતસ્કંધને વિષે) દ્રવ્યસ્વરૂપના પ્રતિપાદન વડે બુધ પુરુષોને (સમજુ જીવોને) શુદ્ધ તત્ત્વ (શુદ્ધાત્મતત્ત્વ) ઉપદેશવામાં આવ્યું. હવે પદાર્થભેદ વડે ઉપોદ્ઘાત કરીને ( – નવ પદાર્થરૂપ ભેદ વડે પ્રારંભ કરીને) તેનો માર્ગ ( – શુદ્ધાત્મતત્ત્વનો માર્ગ અર્થાત્ તેના મોક્ષનો માર્ગ) વર્ણવવામાં આવે છે. [૭]
[હવે આ બીજા શ્રુતસ્કંધને વિષે શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત ગાથાસૂત્ર શરૂ કરવામાં આવે છેઃ]