૧૫
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं ।
संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ।।१०८।।
जीवाजीवौ भावो पुण्यं पापं चास्रवस्तयोः ।
संवरणं निर्जरणं बन्धो मोक्षश्च ते अर्थाः ।।१०८।।
पदार्थानां नामस्वरूपाभिधानमेतत् ।
जीवः, अजीवः, पुण्यं, पापं, आस्रवः, संवरः, निर्जरा, बन्धः, मोक्ष इति
नवपदार्थानां नामानि । तत्र चैतन्यलक्षणो जीवास्तिक एवेह जीवः । चैतन्याभाव-
लक्षणोऽजीवः । स पञ्चधा पूर्वोक्त एव — पुद्गलास्तिकः, धर्मास्तिकः, अधर्मास्तिकः,
आकाशास्तिकः, कालद्रव्यञ्चेति । इमौ हि जीवाजीवौ पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वेन
બે ભાવ — જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમ જ પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ — પદાર્થ છે. ૧૦૮.
અન્વયાર્થઃ — [ जीवाजीवौ भावौ ] જીવ અને અજીવ — બે ભાવો (અર્થાત્ મૂળ
પદાર્થો) તથા [ तयोः ] તે બેનાં [ पुण्यं ] પુણ્ય, [ पापं च ] પાપ, [ आस्रवः ] આસ્રવ,
[ संवरणं निर्जरणं बन्धः ] સંવર, નિર્જરા, બંધ [ च ] ને [ मोक्षः ] મોક્ષ — [ ते अर्थाः ] એ
(નવ) પદાર્થો છે.
ટીકાઃ — આ, પદાર્થોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ — એ પ્રમાણે
નવ પદાર્થોનાં નામ છે.
તેમાં, ચૈતન્ય જેનું લક્ષણ છે એવો જીવાસ્તિક જ ( – જીવાસ્તિકાય જ) અહીં
જીવ છે. ચૈતન્યનો અભાવ જેનું લક્ષણ છે તે અજીવ છે; તે (અજીવ) પાંચ પ્રકારે
પૂર્વે કહેલ જ છે — પુદ્ગલાસ્તિક, ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશાસ્તિક અને કાળદ્રવ્ય.
આ જીવ અને અજીવ (બંને) પૃથક્ અસ્તિત્વ વડે નિષ્પન્ન હોવાથી ભિન્ન જેમના
સ્વભાવ છે એવા (બે) મૂળ પદાર્થો છે.
વ્યાખ્યાન કરવામાં આવે છે. મોક્ષમાર્ગનું વિસ્તૃત વ્યાખ્યાન આગળ ઉપર કરવામાં આવશે. અહીં
તો નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવનાના હેતુ તરીકે તેનું માત્ર સૂચન કરવામાં આવ્યું છે.]