Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 159 of 256
PDF/HTML Page 199 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૫૯
भिन्नस्वभावभूतौ मूलपदार्थौ जीवपुद्गलसंयोगपरिणामनिर्वृत्ताः सप्तान्ये पदार्थाः
शुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पुण्यम् अशुभ-
परिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पापम् मोहरागद्वेष-
परिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्चास्रवः
मोहरागद्वेषपरिणामनिरोधो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामनिरोधो योगद्वारेण
प्रविशतां पुद्गलानाञ्च संवरः
कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितशुद्धोप-
योगो जीवस्य, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानाञ्च निर्जरा
मोहरागद्वेषस्निग्धपरिणामो जीवस्य, तन्निमित्तेन कर्मत्वपरिणतानां जीवेन सहान्योन्य-
सम्मूर्च्छनं पुद्गलानाञ्च बन्धः
अत्यन्तशुद्धात्मोपलम्भो जीवस्य, जीवेन सहात्यन्तविश्लेषः
જીવ અને પુદ્ગલના સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. (તેમનું
સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે) તેમ જ
તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (શુભકર્મરૂપ
પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ (તે પાપ છે) તેમ જ તે (અશુભ
પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (અશુભકર્મરૂપ પરિણામ)
તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ (તે આસ્રવ છે) તેમ જ તે
(મોહરાગદ્વેષરૂપ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુદ્ગલોના
કર્મપરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ (તે સંવર છે)
તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગ દ્વારા
પ્રવેશતાં પુદ્ગલોના કર્મપરિણામનો નિરોધ તે સંવર છે. કર્મના વીર્યનું (કર્મની
શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારનાં)
તપો વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી
(વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો
એકદેશ સંક્ષય તે નિર્જરા છે. જીવના, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ
છે) તેમ જ તેના (સ્નિગ્ધ પરિણામના) નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની
સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે બંધ છે.
જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ કર્મપુદ્ગલોનો જીવથી અત્યંત
૧. શાતન કરવું=પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું.
૨. સંક્ષય=સમ્યક્ પ્રકારે ક્ષય