चेतनास्वभावाः, चेतनापरिणामलक्षणेनोपयोगेन लक्षणीयाः । तत्र संसारस्था देहप्रवीचाराः, निर्वृत्ता अदेहप्रवीचारा इति ।।१०९।। વિશ્લેષ (વિયોગ) તે મોક્ષ છે. ૧૦૮.
અન્વયાર્થઃ — [ जीवाः द्विविधाः ] જીવો બે પ્રકારના છેઃ [ संसारस्थाः निर्वृत्ताः ] સંસારી અને સિદ્ધ. [ चेतनात्मकाः ] તેઓ ચેતનાત્મક ( – ચેતનાસ્વભાવવાળા) [ अपि च ] તેમ જ [ उपयोगलक्षणाः ] ઉપયોગલક્ષણવાળા છે. [ देहादेहप्रवीचाराः ] સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે.
જીવો બે પ્રકારના છેઃ (૧) સંસારી અર્થાત્ અશુદ્ધ, અને (૨) સિદ્ધ અર્થાત્ શુદ્ધ. તે બંનેય ખરેખર ચેતનાસ્વભાવવાળા છે અને *ચેતનાપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થવાયોગ્ય ( – ઓળખાવાયોગ્ય) છે. તેમાં, સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ૧૦૯. *ચેતનાનો પરિણામ તે ઉપયોગ. આ ઉપયોગ જીવરૂપી લક્ષ્યનું લક્ષણ છે.