पुद्गलपरिणामा बन्धवशाज्जीवानुसंश्रिताः, अवान्तरजातिभेदाद्बहुका अपि स्पर्शनेन्द्रिया- वरणक्षयोपशमभाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान-
અન્વયાર્થઃ — [ पृथिवी ] પૃથ્વીકાય, [ उदकम् ] અપ્કાય, [ अग्निः ] અગ્નિકાય, [ वायुः ] વાયુકાય [ च ] અને [ वनस्पतिः ] વનસ્પતિકાય — [ कायाः ] એ કાયો [ जीवसंश्रिताः ] જીવસહિત છે. [ बहुकाः अपि ते ] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે [ तेषाम् ] તેમાં રહેલા જીવોને [ खलु ] ખરેખર [ मोहबहुलं ] પુષ્કળ મોહથી સંયુક્ત [ स्पर्शं ददति ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ટીકાઃ — આ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન છે.
૧પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય, વાયુકાય અને વનસ્પતિકાય — એવા આ પુદ્ગલ- પરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. ૨અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા, કર્મફળચેતનાપ્રધાનપણાને લીધે ૧. કાય=શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે તેઓ
જીવસહિત હોય છે.) ૨. અવાંતર જાતિ=પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપ્કાય, તેજઃકાય અને વાયુકાય — એ ચારમાંના દરેકના
સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.) પં. ૨૧