૧૬૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
त्वान्मोहबहुलमेव स्पर्शोपलम्भं सम्पादयन्तीति ।।११०।।
ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा ।
मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ।।१११।।
त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः ।
मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ।।१११।।
एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया ।
मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ।।११२।।
પુષ્કળ મોહ સહિત જ ૧સ્પર્શોપલબ્ધિ સંપ્રાપ્ત કરાવે છે. ૧૧૦.
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના;
એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇન્દ્રિય જાણવા. ૧૧૧.
અન્વયાર્થઃ — [ तेषु ] તેમાં, [ त्रयः ] ત્રણ (પૃથ્વીકાયિક, અપ્કાયિક ને વનસ્પતિ-
કાયિક) જીવો [ स्थावरतनुयोगाः ] સ્થાવર શરીરના સંયોગવાળા છે [ च ] તથા
[ अनिलानलकायिकाः ] વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો [ त्रसाः ] ૨ત્રસ છે;
[ मनःपरिणामविरहिताः ] તે બધા મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો
[ ज्ञेयाः ] જાણવા. ૧૧૧.
આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારના,
સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨.
૧. સ્પર્શોપલબ્ધિ=સ્પર્શની ઉપલબ્ધિ; સ્પર્શનું જ્ઞાન; સ્પર્શનો અનુભવ. [પૃથ્વીકાયિક વગેરે જીવોને
સ્પર્શનેંદ્રિયાવરણનો ( – ભાવસ્પર્શનેંદ્રિયના આવરણનો) ક્ષયોપશમ હોય છે અને તે તે કાયો બાહ્ય
સ્પર્શનેંદ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાયો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત
થાય છે. તે જીવોને થતી તે સ્પર્શોપલબ્ધિ પ્રબળ મોહ સહિત જ હોય છે, કારણ કે તે જીવો
કર્મફળચેતનાપ્રધાન હોય છે.]
૨. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી
તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે — જોકે તેમને વ્યવહારથી ચલન છે તોપણ — સ્થાવર
જ છે.