Panchastikay Sangrah (Gujarati). Gatha: 113.

< Previous Page   Next Page >


Page 163 of 256
PDF/HTML Page 203 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૩
एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः
मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ।।११२।।
पृथिवीकायिकादीनां पञ्चानामेकेन्द्रियत्वनियमोऽयम्
पृथिवीकायिकादयो हि जीवाः स्पर्शनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये

नोइन्द्रियावरणोदये च सत्येकेन्द्रिया अमनसो भवन्तीति ।।११२।।

अण्डेसु पवड्ढंता गब्भत्था माणुसा य मुच्छगया
जारिसया तारिसया जीवा एगेंदिया णेया ।।११३।।
अंडेषु प्रवर्धमाना गर्भस्था मानुषाश्च मूर्च्छां गताः
याद्रशास्ताद्रशा जीवा एकेन्द्रिया ज्ञेयाः ।।११३।।
एकेन्द्रियाणां चैतन्यास्तित्वे द्रष्टान्तोपन्यासोऽयम्

અન્વયાર્થ[ एते ] [ पृथिवीकायिकाद्याः ] પૃથ્વીકાયિક વગેરે [ पञ्चविधाः ] પાંચ પ્રકારના [ जीवनिकायाः ] જીવનિકાયોને [ मनःपरिणामविरहिताः ] મનપરિણામરહિત [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ भणिताः ] (સર્વજ્ઞે) કહ્યા છે.

ટીકાઆ, પૃથ્વીકાયિક વગેરે પાંચ (પંચવિધ) જીવોના એકેંદ્રિયપણાનો નિયમ છે.

પૃથ્વીકાયિક વગેરે જીવો, સ્પર્શનેંદ્રિયના (ભાવસ્પર્શનેંદ્રિયના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇન્દ્રિયોના (ચાર ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના (ભાવમનના) આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકેંદ્રિય છે. ૧૧૨.

જેવા જીવો અંડસ્થ, મૂર્છાવસ્થ વા ગર્ભસ્થ છે;
તેવા બધા આ પંચવિધ એકેંદ્રિ જીવો જાણજે. ૧૧૩.

અન્વયાર્થ[ अण्डेषु प्रवर्धमानाः ] ઇંડાંમાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, [ गर्भस्थाः ] ગર્ભમાં રહેલાં પ્રાણીઓ [ च ] અને [ मूर्च्छां गताः मानुषाः ] મૂર્છા પામેલા મનુષ્યો, [ याद्रशाः ] જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, [ ताद्रशाः ] તેવા [ एकेन्द्रियाः जीवाः ] એકેંદ્રિય જીવો [ ज्ञेयाः ] જાણવા.

ટીકાઆ, એકેંદ્રિયોને ચૈતન્યનું અસ્તિત્વ હોવા સંબંધી દ્રષ્ટાંતનું કથન છે.