Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 296

 

background image
સાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધન-ભાવાશ્રિત વ્યવહારનયનાં
છે. ત્યાં નિશ્ચયકથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથનોને અભૂતાર્થ
સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો
વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય. ‘પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના જ
ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ
પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભનુકસાન કે સહાય કરી શકતું નથી. .....જીવનો શુદ્ધ પર્યાય
સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે.’ -
આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશાં શાસ્ત્રનાં કથનોનો અર્થ
કરવો જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રયોજનભૂત ભાવોનું નિરૂપણ અતિ
સંક્ષેપમાં જ કરાયેલું હોવાથી, જો આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, નિયમસાર,
પ્રવચનસાર વગેરે અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે કરવામાં આવે તો મુમુક્ષુઓને આ શાસ્ત્રના
આશયો સમજવામાં વિશેષ સુગમતા થશે. આચાર્યભગવાને સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે
અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાય-સંગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેનો અભ્યાસ
કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય
જીવદ્રવ્યસામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી,
ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે
પંચાસ્તિકાયસંગ્રહના સમ્યક્ અવબોધનું ફળ નીચેના શબ્દોમાં વર્ણવ્યું છેઃ
‘‘જે પુરુષ
ખરેખર સમસ્તવસ્તુતત્ત્વના કહેનારા આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને અર્થતઃ અર્થીપણે જાણીને,
એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે
અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ
રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી જેનામાં સ્વરૂપવિકાર આરોપાયેલો છે એવો
પોતાને (નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ
હોવાથી (અર્થાત
્ અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ
વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષ-પરિણતિને છોડે છે, તે પુરુષ,
ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય સ્નેહગુણની સંમુખ વર્તતા પરમાણુની
માફક ભાવી બંધથી પરાઙ્મુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ્ત જળની
દુઃસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે.’’
આસો વદ ૪,
વિ. સં. ૨૦૧૩
હિંમતલાલ જેઠાલાલ શાહ
[ ૧૮ ]