થયાં છે, એવાં તે પરમપૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં, માનનીય મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી તથા બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાની હાર્દિક મદદ છે. માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. તેમની સલાહ મને બહુ ઉપયોગી થઈ છે. બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલભાઈએ આખો અનુવાદ બહુ જ ઝીણવટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી છે, બહુ મહેનત લઈને હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુક્રમણિકા, ગાથાસૂચી, શુદ્ધિપત્રક વગેરે તૈયાર કર્યાં છે, તેમ જ ખૂબ ચોકસાઈથી પ્રૂફ તપાસ્યાં છે — આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. આ રીતે બંનેએ કરેલી હાર્દિક મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. જે જે ટીકાઓ અને શાસ્ત્રોનો મેં આધાર લીધો છે તે સર્વના કર્તાઓનો પણ હું ૠણી છું.
આ અનુવાદ મેં પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજકલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રા- ચાર્યદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિનાં અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામે. તેના આશયોને સમ્યક્ પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છેઃ — આ શાસ્ત્રમાં કેટલાંક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે ( -જેઓ સ્વનું પરથી પૃથક્પણે નિરૂપણ કરે છે) અને કેટલાંક કથનો પરાશ્રિત વ્યવહારનયનાં છે ( – જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથનો અભિન્નસાધ્ય-