બાલાવબોધભાષાટીકા ( શ્રી પન્નાલાલજી બાકલીવાલ દ્વારા પ્રચલિત હિંદી ભાષામાં
પરિવર્તિત કરાયેલા સ્વરૂપે ) પ્રગટ થયેલ છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી
પંચાસ્તિકાયસંગ્રહમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત સમયવ્યાખ્યા
ટીકા અને તે ગાથા-ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે.
જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ‘ ભાવાર્થ ’
માં અથવ ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં સ્થળોએ શ્રી
જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ અતિશય ઉપયોગી થઈ છે; કેટલીક જગ્યાએ તો
તાત્પર્યવૃત્તિના કોઈ કોઈ ભાગનો અક્ષરશઃ અનુવાદ જ ‘ભાવાર્થ ’ અથવા ફૂટનોટરૂપે
લેવામાં આવ્યો છે. શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ કોઈક
સ્થળે લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાયમાં છપાયેલી
સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં ક્યાંક અલ્પ અશુદ્ધિઓ રહી
ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવી છે.
મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ
આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે.
અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે.
પરમોપકારી સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના
આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા
ક્યાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી
આવત અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે
અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની
અમૃતવાણીનો ધોધ જ - તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જ - યથાકાળે આ
અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન
શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર
પડ્યો છે તે પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ના ચરણારવિંદમાં
અતિ ભક્તિભાવે વંદન કરું છું.
અનુવાદની પૂર્ણાહુતિ કરતાં,
જેમનાં પવિત્ર જીવન અને બોધ આ
પામરને શ્રી પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યે, પંચાસ્તિકાયસંગ્રહના મહાન કર્તા પ્રત્યે અને