ૐ
श्रीसीमन्धरपरमात्मने नमः।
અધ્યાત્મરસિક, શ્રુતભક્ત, આત્માર્થી વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહ (B.Sc.)ને
સાદર સમર્પિત
❀ અભિનંદન-પત્ર ❀
શુદ્ધાત્મરસિક વિદ્વાન બંધુ !
વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર પરમાત્માની અને ભરતક્ષેત્રના
ચરમ તીર્થનાયક શ્રી મહાવીર દેવાધિદેવની દિવ્ય વાણી દ્વારા જે શુદ્ધાત્મદર્શક
શ્રુતપ્રવાહ ચાલ્યો, તેને ઝીલીને — તદ્રૂપ પરિણમીને પરમ પાવન
અધ્યાત્મયોગીન્દ્ર આચાર્યવર શ્રી કુંદકુંદદેવે પોતાના સમસ્ત આત્મવૈભવથી
પારમેશ્વરી વિદ્યાનાં અનુપમ રત્ન સમાન શ્રી સમયસારાદિ સર્વોત્તમ
પરમાગમોમાં સંગૃહીત કર્યો.
તીર્થંકર ભગવાનથી વારસામાં આવેલાં અને કુંદકુંદાચાર્યદેવે ચીવટથી
સંઘરેલાં આ પરમાગમોમાં ઉલ્લસતા શુદ્ધાત્મવૈભવરૂપ અદ્ભુત નિધાનને
અંતર્ચક્ષુથી નિહાળનાર, વીતરાગ-સર્વજ્ઞપ્રણીત મોક્ષમાર્ગના યથાર્થ જ્ઞાતા, અમોઘ
ઉપદેષ્ટા, મહાન સમર્થક અને પ્રચારક, પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ સભા સમક્ષ સંસારતાપવિનાશક, ઉપશાંતરસપૂર્ણ, અપૂર્વ
પ્રવચનો દ્વારા આ પરમાગમોનાં અંર્ત ઊંડાં રહસ્યો ખોલવા માંડ્યાં.
પૂજ્ય ગુરુદેવશ્રીના પરિચયમાં આપ આવ્યા અને તેમના શ્રીમુખેથી આપે
પણ આ આત્મસ્પર્શી પ્રવચનો સાંભળ્યાં. તેના પરિણામે આપની આત્માર્થિતા