પંચાસ્તિકાયસંગ્રહની સંસ્કૃત ટીકાનું ઘણું ઊંડું અવગાહન કરી, આચાર્યદેવના
હાર્દ સુધી પહોંચી, પૂર્વાપર યથાર્થ સંબંધ વિચારી, અત્યંત સાવધાની ને અતિ
પરિશ્રમ પૂર્વક આપે સાંગોપાંગ સુંદર, સરળ અને પૂરેપૂરો ભાવવાહી અનુવાદ
ગુર્જર ગિરામાં કર્યો, અને અધ્યાત્મજિજ્ઞાસુ સમાજને અધ્યાત્મનિધાનની
અણમોલ ભેટ આપી. આવી પ્રવચનભક્તિવત્સલતા અને અનુપમ
અધ્યાત્મસાહિત્યસેવા ભારતના ધાર્મિક ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. તે
દ્વારા જૈનસાહિત્યસૃષ્ટિમાં આપે સોનગઢને ઉજ્જ્વળ બનાવ્યું છે. જૈનશાસનની
આવી મહાન સેવા માટે આપને અનેક કોટિ ધન્યવાદ ઘટે છે.
સમવસરણ-સ્તુતિ તથા અન્ય કેટલાંક અધ્યાત્મ કાવ્યોની પણ આપે રચના કરી
છે. શાસ્ત્રના ગંભીર અર્થો ઉકેલવાની વિલક્ષણ કુશાગ્રબુદ્ધિ, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ
અધ્યાત્મ વિષયોને શબ્દ-ભાવગંભીરતા જાળવીને, સરસ અને સુગ્રાહ્યપણે
અનુવાદમાં રજૂ કરવાની વિશિષ્ટ કળા, વાંચતાં જ અધ્યાત્મ પ્રત્યે રુચિ જાગૃત
કરે એવી અધ્યાત્મરસભરી લેખનશૈલી, કાવ્યમાં પણ અધ્યાત્મ ઉતારવાની
ખાસ શક્તિ વગેરે વિશેષતાઓ આપની અધ્યાત્મરસિકતા પ્રસિદ્ધ કરે છે.
તથા વિશિષ્ટ ક્ષયોપશમવંત પ્રતિભાસંપન્ન વિદ્વાન છો. વળી આપે જૈનશાસ્ત્રોનું
ઊંડું ચિંતન-મનન-અવધારણ કર્યું છે. આમ છતાં આપની આત્મજ્ઞાન-