પિપાસા અત્યંત તીવ્ર છે, તેને માટે આપનો અવિરત પ્રયત્ન છે. વૈરાગ્ય-
પરાયણતાની સાથે આત્મહિતસાધના પણ આપ કરી રહ્યા છો તે અત્યંત
પ્રશંસનીય અને અનુકરણીય છે.
નિસ્પૃહ શ્રુતભક્ત !
મહાન પરમાગમોના અનુવાદનું જે શુભ કાર્ય આપના દ્વારા થયું છે
તેને અમો આપનું મહાન સૌભાગ્ય ગણીએ છીએ. પરમપૂજ્ય સદ્ગુરુદેવના
આશ્રય તળે આ ગહન શાસ્ત્રોનો અનુવાદ આપે પરમાગમ પ્રત્યેની ભક્તિથી
અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં
કર્યો છે. આવું અજોડ કાર્ય કરવા છતાં આપે કોઈ પણ જાતના બદલાની
આશા રાખી નથી, એટલું જ નહિ પણ અત્યાગ્રહ કરવા છતાં કાંઈ પણ
બદલો સ્વીકારવાની કે અભિનંદનપત્ર લેવાની પણ આપે અનિચ્છા જ દર્શાવી
છે. તેથી અમારે આપનો ઉપકાર માનીને જ સંતોષ કરવો પડે છે. આપની
શ્રુતભક્તિ નિસ્પૃહતાને લીધે વિશેષ શોભી ઊઠે છે.
આપની મહાન શ્રુતભક્તિ અને નિસ્પૃહતા, અધ્યાત્મરસિકતા અને
મુમુક્ષુતા, વૈરાગ્ય અને વિનય — ઇત્યાદિ અનેક ગુણોની ઘણી જ પ્રશંસાપૂર્વક
અમો આપને હાર્દિક અભિનંદન આપીએ છીએ ને શ્રી કુંદકુંદપ્રભુનાં આ
‘રત્નચતુષ્ટય’ના અનુવાદના ફળમાં આપને ‘અનંત ચતુષ્ટય’ની પ્રાપ્તિ
થાઓ — એવી શ્રુતદેવતા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.
આપના ગુણાનુરાગી
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, તથા
શ્રી સમસ્ત દિ. જૈન મુમુક્ષુમંડળ વતી
રામજી માણેકચંદ દોશી
— પ્રમુખ
J