Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 296

 

background image
પંચપરમાગમના અનુવાદક, કુંદકુંદભારતીના પનોતા પુત્ર,
ઊંડા આદર્શ આત્માર્થી, પંડિતરત્ન, આદરણીય
શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રત્યે
ઉપકૃતભાવભીનો અહોભાવ
પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના વડીલ બંધુ, પ્રવચનસાર પરમાગમના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા પંડિતરત્ન શ્રી હિંમતભાઇએ—કે જેમને ભગવત્કુંદકુંદાચાર્યપ્રણીત
પરમાગમોના ગુજરાતી અનુવાદ તથા તેના ઉપોદ્ઘાતથી વ્યક્ત થતા તેમના અધ્યાત્મરસભીના
ઊંડા આત્માર્થથી પ્રભાવિત થઇને પરમકૃપાળુ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અતિ
પ્રસન્નતાથી ‘નિકટ મોક્ષગામી’ તરીકે બિરુદાવ્યા છે અને પૂજ્ય બહેનશ્રીના
સ્વાનુભવવિભૂષિત નિર્મળ જ્ઞાનમાં જેમના વિષે ‘નિકટ ભવ્ય’તાનો તથા ભૂત, ભવિષ્ય અને
વર્તમાનના ‘વિશિષ્ટ પુરુષ’પણાનો તથા જાતિસ્મરણજ્ઞાનમાં ‘જૈનંદ’ અથવા ‘જયંદ’ નામના
ધાર્મિક ગુણોવાળા ભાઇ તરીકે સમ્યક્ પ્રતિભાસ અંતરથી આવ્યો છે એવા આ પૂર્વના
સંસ્કારી, અસાધારણ વ્યક્તિત્વના ધારક, ઊંડા આત્માર્થીએ—નિજ આત્માના પ્રયોજન અર્થે
ભગવત્કુંદકુંદાચાર્યનાં પંચપરમાગમોનો—મૂળ પ્રાકૃત ગાથાઓનો ગુજરાતી હરિગીત છંદમાં
તથા સંસ્કૃત ટીકાઓનો ગુજરાતી ભાષામાં—સીધો, સરળ અને ભાવવાહી અનુવાદ કરીને
સમગ્ર મુમુક્ષુ સમાજ ઉપર મહાન મહાન ઉપકાર કર્યો છે. તે અનુવાદોની શરુઆત પહેલાં
તેમણે જે ‘ઉપોદ્ઘાત’ લખ્યા છે તે ઘણા જ તત્ત્વગંભીર, અધ્યાત્મરસભરપૂર, પરમાગમોના
હાર્દને સ્પષ્ટપણે પ્રકાશનાર, ઊંડા અને આત્માર્થપ્રેરક છે. તેમના જીવનમાં પરમાગમો
સહજપણે વણાઇ ગયા હોવાથી તેઓ વારંવાર કહે છે કે—‘આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ કરવાનો
રસ્તો પ્રાપ્ત કરવો હોય તો પ્રવચનસાર, સમયસાર આદિ પંચપરમાગમનો—મૂળ શાસ્ત્રનો
—ઊંડાણથી અભ્યાસ કરવો જોઇએ.’—એ એમનું હૃદય છે.
કુંદકુંદભારતીના પનોતા પુત્ર શ્રી હિંમતભાઇ અધ્યાત્મરસિક, વિદ્વાન અને ઊંડા
આદર્શ આત્માર્થી હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત, ઊંડા તત્ત્વચિંતક અને વિવેકી
સજ્જન છે, તથા કવિ પણ છે. તેમણે પંચપરમાગમોના ગુજરાતી અનુવાદ ઉપરાંત પૂજ્ય
ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું જીવનચરિત્ર, સમયસાર-સ્તુતિ, સીમંધરજિન-સ્તુતિ, જિનવાણી-
સ્તુતિ, સમવસરણ-સ્તુતિ, સદ્ગુરુદેવ-સ્તુતિ, માનસ્તંભ-સ્તુતિ, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય
બહેનશ્રી ચંપાબેન વિષે અધ્યાત્મ તેમ જ તત્ત્વરસથી તરબોળ સુમધુર કાવ્યો વગેરે
ગદ્યપદ્યાત્મક અનેક રચનાઓ કરી છે. આવાં અનેક અધ્યાત્મરસપૂર્ણ કાવ્યો રચવાની