(નવપદાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર — એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં
વ્યવહારનયના વિષયભૂત છે.
૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય ( – જુદાં પ્રરૂપવામાં આવે) તે અહીં વ્યવહારનય છે;
જેમ કે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત)
વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થસંબંધી શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર
વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે (મોક્ષરૂપ) સાધ્ય સ્વહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય
મોક્ષમાર્ગરૂપ) સાધન સ્વપરહેતુક પર્યાય છે.
૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ
સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે.૪. તીર્થ = માર્ગ (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન.૫. જિનભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં, નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ
કરવામાં આવે છે અને વ્યવહારનય દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે.
પ્રશ્નઃ — સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં