स्वद्रव्यमेकमेवाभिमुख्येनानुवर्तमानः स्वस्वभावभूतं दर्शनज्ञानविकल्पमप्यात्मनोऽविकल्पत्वेन
અન્વયાર્થઃ — [ यः ] જે [ परद्रव्यात्मभावरहितात्मा ] પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, [ दर्शनज्ञानविकल्पम् ] (નિજસ્વભાવભૂત) દર્શનજ્ઞાનરૂપ ભેદને [ आत्मनः अविकल्पं ] આત્માથી અભેદપણે [ चरति ] આચરે છે, [ सः ] તે [ स्वकं चरितं चरति ] સ્વચારિત્રને આચરે છે.
જે યોગીન્દ્ર, સમસ્ત ૧મોહવ્યૂહથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે.
આ રીતે ખરેખર ૨શુદ્ધદ્રવ્યને આશ્રિત, ૩અભિન્નસાધ્યસાધનભાવવાળા નિશ્ચય- ૧. મોહવ્યૂહ = મોહસમૂહ. [જે મુનીન્દ્રે સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના
સ્વભાવરૂપ ભાવોથી રહિત છે’ એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનીન્દ્ર સ્વચારિત્રના આચરનાર છે.] ૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો ( – પર
નિમિત્ત વિનાનો) શુદ્ધપર્યાય છે; જેમ કે, નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે. ૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે;