आत्मानं स्वभावेन ज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थितत्वेन, स खलु स्वकं चरितं चरति जीवः । यतो हि द्रशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं स्वचरितमिति ।।१५८।।
અન્વયાર્થઃ — [ यः ] જે [ सर्वसङ्गमुक्तः ] સર્વસંગમુક્ત અને [ अनन्यमनाः ] અનન્યમનવાળો વર્તતો થકો [ आत्मानं ] આત્માને [ स्वभावेन ] (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ વડે [ नियतं ] નિયતપણે ( – સ્થિરતાપૂર્વક) [ जानाति पश्यति ] જાણે-દેખે છે, [ सः जीवः ] તે જીવ [ स्वकचरितं ] સ્વચારિત્ર [ चरति ] આચરે છે.
જે (જીવ) ખરેખર ૧નિરુપરાગ ઉપયોગવાળો હોવાને લીધે સર્વસંગમુક્ત વર્તતો થકો, પરદ્રવ્યથી ૨વ્યાવૃત્ત ઉપયોગવાળો હોવાને લીધે ૩અનન્યમનવાળો વર્તતો થકો, આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત્ અવસ્થિતપણે જાણે-દેખે છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે; કારણ કે ખરેખર ૪દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ પુરુષમાં ( – આત્મામાં) તન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર છે.
ભાવાર્થઃ — જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શનપરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે- દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે દ્રશિજ્ઞપ્તિસ્વરૂપ આત્મામાં માત્ર દ્રશિજ્ઞપ્તિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. ૧૫૮. ૧. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્મળ; અવિકારી; શુદ્ધ. [નિરુપરાગ ઉપયોગવાળો જીવ સમસ્ત બાહ્ય-
અભ્યંતર સંગથી શૂન્ય છે તોપણ નિઃસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન સુંદર-આનંદસ્યંદી પરમાનંદસ્વરૂપ સુખસુધારસના આસ્વાદથી, પૂર્ણ-કળશની માફક, સર્વ આત્મપ્રદેશે ભરેલો હોય છે.] ૨. વ્યાવૃત્ત = પાછો વળેલ; અલગ થયેલ; નિવર્તેલ; નિવૃત્ત; ભિન્ન. ૩. અનન્યમનવાળો = જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી એવો. [મન = ચિત્ત; પરિણતિ; ભાવ.] ૪. દ્રશિ = દર્શનક્રિયા; સામાન્ય અવલોકન.