૨૧
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन ।
स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ।।१५७।।
परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत् ।
इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति । तत्र
पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा
तेन परचरित इति प्ररूप्यते । ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग
इति ।।१५७।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण ।
जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।।१५८।।
અન્વયાર્થઃ — [ येन भावेन ] જે ભાવથી [ आत्मनः ] આત્માને [ पुण्यं पापं वा ]
પુણ્ય અથવા પાપ [ अथ आस्रवति ] આસ્રવે છે, [ तेन ] તે ભાવ વડે [ सः ] તે (જીવ)
[ परचरित्रः भवति ] પરચારિત્ર છે — [ इति ] એમ [ जिनाः ] જિનો [ प्ररूपयन्ति ] પ્રરૂપે
છે.
ટીકાઃ — અહીં, પરચારિત્રપ્રવૃત્તિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો
નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે
મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપરક્ત ભાવ ( – શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસ્રવ છે
અને અશુભોપરક્ત ભાવ ( – અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા
પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ
વડે પરચારિત્ર છે — એમ (જિનેંદ્રો દ્વારા) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય
છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.