કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૭
અન્વયાર્થઃ — [ यः ] જે [ रागेण ] રાગથી ( – રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી)
[ परद्रव्ये ] પરદ્રવ્યને વિષે [ शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવ [ यदि करोति ]
કરે છે, [ सः जीवः ] તે જીવ [ स्वकचरित्रभ्रष्टः ] સ્વચારિત્રભ્રષ્ટ એવો [ परचरितचरः भवति ]
પરચારિત્રનો આચરનાર છે.
ટીકાઃ — આ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્
મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરક્ત-
ઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે
(જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણ કે
ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે
૧સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી,
તેના વડે તે ‘પરચરિત’ નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम् ।
स स्वकचरित्रभ्रष्टः परचरितचरो भवति जीवः ।।१५६।।
परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत् ।
यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा
भावमादधाति, स स्वकचरित्रभ्रष्टः परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः
स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति ।।१५६।।
आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण ।
सो तेण परचरित्तो हवदि त्ति जिणा परूवेंति ।।१५७।।
૧. સોપરાગ = ઉપરાગયુક્ત; ઉપરક્ત; મલિન; વિકારી; અશુદ્ધ. [ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને
અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ)
તે ઉપરાગ છે.]
પં. ૨૮