Panchastikay Sangrah (Gujarati). Gatha: 162.

< Previous Page   Next Page >


Page 227 of 256
PDF/HTML Page 267 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૨૭
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं
सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि ।।१६२।।
यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम्
स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति ।।१६२।।
आत्मनश्चारित्रज्ञानदर्शनत्वद्योतनमेतत
यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरतिस्वभावनियतास्तित्वेनानुवर्तते,
आत्मना जानातिस्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यतियाथातथ्येनावलोकयते,
स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
અન્વયાર્થઃ[ यः ] જે (આત્મા) [ अनन्यमयम् आत्मानम् ] અનન્યમય આત્માને
[ आत्मना ] આત્માથી [ चरति ] આચરે છે, [ जानाति ] જાણે છે, [ पश्यति ] દેખે છે, [ सः ]
તે (આત્મા જ) [ चारित्रं ] ચારિત્ર છે, [ ज्ञानं ] જ્ઞાન છે, [ दर्शनम् ] દર્શન છે[ इति ] એમ
[ निश्चितः भवति ] નિશ્ચિત છે.
ટીકાઃઆ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ
ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે).
જે (આત્મા) ખરેખર આત્માનેકે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને
આત્માથી આચરે છે અર્થાતસ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે (સ્વભાવનિયત
અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત
સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે
અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છેએમ કર્તા-કર્મ-કરણના
૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દ્રઢપણે રહેલ. [‘સ્વભાવનિયત
અસ્તિત્વ’ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪મી ગાથાની ટીકા જુઓ.]
૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે-જાણે-દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા
અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું અભિન્નપણું છે.