Panchastikay Sangrah (Gujarati). Gatha: 163.

< Previous Page   Next Page >


Page 228 of 256
PDF/HTML Page 268 of 296

 

background image
૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અભેદને લીધે નિશ્ચિત છે. આથી (એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે
આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે
છે (
અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ
જીવસ્વભાવમાં દ્રઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે). ૧૬૨.
જાણેજુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને;
આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
અન્વયાર્થઃ[ येन ] જેથી (આત્મા મુક્ત થતાં) [ सर्वं विजानाति ] સર્વને જાણે
છે અને [ पश्यति ] દેખે છે, [ तेन ] તેથી [ सः ] તે [ सौख्यम् अनुभवति ] સૌખ્યને અનુભવે
છે;[ इति तद् ] આમ [ भव्यः जानाति ] ભવ્ય જીવ જાણે છે, [ अभव्यसत्त्वः न श्रद्धत्ते ]
અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃઆ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ
(નિષેધ) છે.
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો ‘સ્વભાવ’
ખરેખર દ્રશિજ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને વિષયપ્રતિબંધ હોવો તે ‘પ્રતિકૂળતા’
अतश्चारित्रज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं निश्चयमोक्षमार्गत्वमात्मनो
नितरामुपपन्नमिति
।।१६२।।
जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि
इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि ।।१६३।।
येन विजानाति सर्वं पश्यति स तेन सौख्यमनुभवति
इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धत्ते ।।१६३।।
सर्वस्यात्मनः संसारिणो मोक्षमार्गार्हत्वनिरासोऽयम्
इह हि स्वभावप्रातिकूल्याभावहेतुकं सौख्यम् आत्मनो हि द्रशि-ज्ञप्ती
૧.પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું.
૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં મર્યાદિતપણું
હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે.)