છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી ૧તેનો અભાવ જેનું કારણ છે એવા ૨અનાકુળતાલક્ષણવાળા પરમાર્થસુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે. — આ પ્રમાણે ભવ્ય જીવ જ ૩ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે) કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય નહિ. ૧૬૩.
— સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
અન્વયાર્થઃ — [ दर्शनज्ञानचारित्राणि ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ मोक्षमार्गः ] મોક્ષમાર્ગ છે [ इति ] તેથી [ सेवितव्यानि ] તેઓ સેવવાયોગ્ય છે — [ इदम् साधुभिः भणितम् ] એમ સાધુઓએ ૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનાકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે