Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 230 of 256
PDF/HTML Page 270 of 296

 

background image
૨૩૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दर्शनज्ञानचारित्राणां कथञ्चिद्बन्धहेतुत्वोपदर्शनेन जीवस्वभावे नियतचरितस्य
साक्षान्मोक्षहेतुत्वद्योतनमेतत
अमूनि हि दर्शनज्ञानचारित्राणि कियन्मात्रयापि परसमयप्रवृत्त्या संवलितानि
कृशानुसंवलितानीव घृतानि कथञ्चिद्विरुद्धकारणत्वरूढेर्बन्धकारणान्यपि भवन्ति
यदा तु समस्तपरसमयप्रवृत्तिनिवृत्तिरूपया स्वसमयप्रवृत्त्या सङ्गच्छन्ते, तदा
निवृत्तकृशानुसंवलनानीव घृतानि विरुद्धकार्यकारणभावाभावात्साक्षान्मोक्षकारणान्येव
કહ્યું છે; [ तैः तु ] પરંતુ તેમનાથી [ बन्धः वा ] બંધ પણ થાય છે અને [ मोक्षः वा ] મોક્ષ
પણ થાય છે.
ટીકાઃઅહીં, દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત્ બંધહેતુપણું દર્શાવ્યું છે અને એ
રીતે જીવસ્વભાવમાં નિયત ચારિત્રનું સાક્ષાત્ મોક્ષહેતુપણું પ્રકાશિત કર્યું છે.
આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, જો થોડી પણ પરસમયપ્રવૃત્તિ સાથે મિલિત હોય તો,
અગ્નિ સાથે મિલિત ઘીની માફક (અર્થાતઉષ્ણતાયુક્ત ઘીની જેમ), કથંચિતવિરુદ્ધ
કાર્યના કારણપણાની વ્યાપ્તિને લીધે બંધકારણો પણ છે. અને જ્યારે તેઓ (દર્શન-જ્ઞાન-
ચારિત્ર), સમસ્ત પરસમયપ્રવૃત્તિથી નિવૃત્તિરૂપ એવી સ્વસમયપ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય
છે ત્યારે, જેને અગ્નિ સાથેનું મિલિતપણું નિવૃત્ત થયું છે એવા ઘીની માફક, વિરુદ્ધ કાર્યનો
૧. ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં, જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો,
તેનાથી (કથંચિત) દઝાય પણ છે; તેવી રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવે મોક્ષનાં કારણભૂત
હોવા છતાં, જો તેઓ થોડી પણ પરસમયપ્રવૃત્તિથી યુક્ત હોય તો, તેમનાથી (કથંચિત) બંધ
પણ થાય છે.
૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત્ મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણપણું
(અર્થાત્ બંધરૂપ કાર્યનું કારણપણું) વ્યાપે છે.
[શાસ્ત્રોમાં ક્યારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુક્ત હોય તો,
કથંચિત્ બંધનાં કારણ કહેવામાં આવે છે; વળી ક્યારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત
મોક્ષના પરંપરાહેતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્નભિન્ન પદ્ધતિનાં કથનો
ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે
જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય
વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે
આસ્રવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના
કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આસ્રવ-બંધના કારણભૂત હોય છે.
]