કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૧
કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષકારણો જ છે. માટે ‘સ્વસમયપ્રવૃત્તિ’
નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત્ મોક્ષમાર્ગપણું ઘટે છે.૧ ૧૬૪.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.
અન્વયાર્થઃ — [ शुद्धसम्प्रयोगात् ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [ दुःखमोक्षः
भवति ] દુઃખમોક્ષ થાય છે [ इति ] એમ [ यदि ] જો [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ ज्ञानी ]
જ્ઞાની [ मन्यते ] ૨માને, તો તે [ परसमयरतः जीवः ] પરસમયરત જીવ [ भवति ] છે.
[‘અર્હંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ ક્રમે મોક્ષ થાય છે’ એવું જો અજ્ઞાનને
લીધે ( – શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું)
વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
ટીકાઃ — આ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે.
સિદ્ધિના સાધનભૂત એવા અર્હંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી ૩અનુરંજિત
भवन्ति । ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्न-
मिति ।।१६४।।
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो ।
हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो ।।१६५।।
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसम्प्रयोगात् ।
भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।।१६५।।
सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत् ।
अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र
૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧મી ગાથા અને તેની તત્ત્વપ્રદીપિકા ટીકા
જુઓ.
૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો; આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો.
૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.