કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૩
उक्तशुद्धसम्प्रयोगस्य कथञ्चिद्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिरासोऽयम् ।
अर्हदादिभक्तिसम्पन्नः कथञ्चिच्छुद्धसम्प्रयोगोऽपि सन् जीवो जीवद्रागलवत्वाच्छु-
भोपयोगतामजहत् बहुशः पुण्यं बध्नाति, न खलु सकलकर्मक्षयमारभते । ततः सर्वत्र
रागकणिकाऽपि परिहरणीया परसमयप्रवृत्तिनिबन्धनत्वादिति ।।१६६।।
जस्स हिदएणुमेत्तं वा परदव्वम्हि विज्जदे रागो ।
सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि ।।१६७।।
( – અર્હંતાદિની પ્રતિમા), પ્રવચન ( – શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ
[ बहुशः पुण्यं बध्नाति ] ઘણું પુણ્ય બાંધે છે, [ न खलु सः कर्मक्षयं करोति ] પરંતુ તે ખરેખર
કર્મનો ક્ષય કરતો નથી.
ટીકાઃ — અહીં, પૂર્વોક્ત શુદ્ધસંપ્રયોગને ૧કથંચિત્ બંધહેતુપણું હોવાથી તેનું
મોક્ષમાર્ગપણું ૨નિરસ્ત કર્યું છે (અર્થાત્ જ્ઞાનીને વર્તતો શુદ્ધસંપ્રયોગ નિશ્ચયથી બંધહેતુભૂત
હોવાને લીધે તે મોક્ષમાર્ગ નથી એમ અહીં દર્શાવ્યું છે).
અર્હંતાદિ પ્રત્યે ભક્તિસંપન્ન જીવ, કથંચિત્ ૩‘શુદ્ધસંપ્રયોગવાળો’ હોવા છતાં પણ,
૪રાગલવ જીવતો (વિદ્યમાન) હોવાથી ‘શુભોપયોગીપણા’ને નહિ છોડતો થકો, ઘણું પુણ્ય
બાંધે છે, પરંતુ ખરેખર સકળ કર્મનો ક્ષય કરતો નથી. તેથી સર્વત્ર રાગની કણિકા પણ
પરિહરવાયોગ્ય છે, કેમ કે તે પરસમયપ્રવૃત્તિનું કારણ છે. ૧૬૬.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭.
૧. કથંચિત્ = કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ (અર્થાત્ નિશ્ચયનયની અપેક્ષાએ). [જ્ઞાનીને વર્તતા
શુદ્ધસંપ્રયોગને કદાચિત્ વ્યવહારથી ભલે મોક્ષનો પરંપરાહેતુ કહેવામાં આવે, પરંતુ નિશ્ચયથી તો
તે બંધહેતુ જ છે કારણ કે અશુદ્ધિરૂપ અંશ છે.]
૨.નિરસ્ત કરવું = ખંડિત કરવું; રદબાતલ કરવું; નિષિદ્ધ કરવું.
૩. સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અર્હંતાદિ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં
આવ્યો છે. તેમાં ‘શુદ્ધ’ શબ્દ હોવા છતાં તે ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ છે. [‘શુભ’ એવા
અર્થમાં જેમ ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત્ વપરાય છે તેમ અહીં ‘શુદ્ધ’ શબ્દ વપરાયો છે.]
૪. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ.
પં. ૩૦