निरुपरागशुद्धस्वरूपं स्वसमयं चेतयते । ततः स्वसमयप्रसिद्धयर्थं पिञ्जनलग्नतूलन्यासन्याय- मधिदधताऽर्हदादिविषयोऽपि क्रमेण रागरेणुरपसारणीय इति ।।१६७।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને [ परद्रव्ये ] પરદ્રવ્ય પ્રત્યે [ अणुमात्रः वा ] અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) [ रागः ] રાગ [ हृदये विद्यते ] હૃદયમાં વર્તે છે [ सः ] તે, [ सर्वागमधरः अपि ] ભલે સર્વઆગમધર હોય તોપણ, [ स्वकस्य समयं न विजानाति ] સ્વકીય સમયને જાણતો ( – અનુભવતો) નથી.
ટીકાઃ — અહીં, સ્વસમયની ઉપલબ્ધિના અભાવનો, રાગ એક હેતુ છે એમ પ્રકાશ્યું છે (અર્થાત્ સ્વસમયની પ્રાપ્તિના અભાવનું રાગ જ એક કારણ છે એમ અહીં દર્શાવ્યું છે).
જેને રાગરેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો પારંગત હોય તોપણ, ૧નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો ( – અનુભવતો) નથી. માટે, ‘૨પીંજણને ચોંટેલ રૂ’નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સ્વસમયની પ્રસિદ્ધિ અર્થે અર્હંતાદિવિષયક પણ રાગરેણુ ( – અર્હંતાદિ પ્રત્યેની પણ રાગરજ) ક્રમે દૂર કરવાયોગ્ય છે. ૧૬૭.