કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૫
धर्तुं यस्य न शक्यम् चित्तोद्भ्रामं विना त्वात्मानम् ।
रोधस्तस्य न विद्यते शुभाशुभकृ तस्य क र्मणः ।।१६८।।
रागलवमूलदोषपरम्पराख्यानमेतत् ।
इह खल्वर्हदादिभक्तिरपि न रागानुवृत्तिमन्तरेण भवति । रागाद्यनुवृत्तौ च
सत्यां बुद्धिप्रसरमन्तरेणात्मा न तं कथञ्चनापि धारयितुं शक्यते । बुद्धिप्रसरे च
सति शुभस्याशुभस्य वा कर्मणो न निरोधोऽस्ति । ततो रागकलिविलासमूल एवायमनर्थसन्तान
इति ।।१६८।।
અન્વયાર્થઃ — [ यस्य ] જે [ चित्तोद्भ्रामं विना तु ] (રાગના સદ્ભાવને લીધે)
ચિત્તના ભ્રમણ વિનાનો [ आत्मानम् ] પોતાને [ धर्तुम् न शक्यम् ] રાખી શકતો
નથી, [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભ કર્મનો [ रोधः न विद्यते ]
નિરોધ નથી.
ટીકાઃ — આ, રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ છે (અર્થાત્ અલ્પ રાગ જેનું
મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે).
અહીં (આ લોકમાં) ખરેખર અર્હંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના
હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા ૧બુદ્ધિપ્રસાર વિનાનો ( – ચિત્તના ભ્રમણથી
રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં ( – ચિત્તનું
ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું
મૂળ રાગરૂપ ક્લેશનો વિલાસ જ છે.
ભાવાર્થઃ — અર્હંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું
ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ
કારણ રાગ જ છે.૨ ૧૬૮.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર; ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની ચંચળતા.
૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ —
માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે જીવ ભાવતો નથી, તે જીવને
માયા-મિથ્યા-નિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ
રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી
એમ ઠર્યું કે સમસ્ત અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે.