मोक्षार्थिना कर्मबन्धमूलचित्तोद्भ्रान्तिमूलभूता रागाद्यनुवृत्तिरेकान्तेन निःशेषीकरणीया । निःशेषितायां तस्यां प्रसिद्धनैस्सङ्गयनैर्मम्यः शुद्धात्मद्रव्यविश्रान्तिरूपां पारमार्थिकीं
અન્વયાર્થઃ — [ तस्मात् ] માટે [ निवृत्तिकामः ] મોક્ષાર્થી જીવ [ निस्सङ्गः ] નિઃસંગ [ च ] અને [ निर्ममः ] નિર્મમ [ भूत्वा पुनः ] થઈને [ सिद्धेषु भक्तिं ] સિદ્ધોની ભક્તિ ( – શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) [ करोति ] કરે છે, [ तेन ] જેથી તે [ निर्वाणं प्राप्नोति ] નિર્વાણને પામે છે.
રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય છે એમ (પૂર્વે) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં આવતાં, જેને ૨નિઃસંગતા અને ૩નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મ- ૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો. ૨. નિઃસંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અભ્યંતર પરિગ્રહ તેનાથી રહિત પરિણતિ તે
નિઃસંગતા છે. ૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની
તે નિર્મમતા છે.