चरणमिति कर्तव्याकर्तव्यकर्तृकर्मविभागावलोकनोल्लसितपेशलोत्साहाः शनैःशनैर्मोह-
मल्लमुन्मूलयन्तः, कदाचिदज्ञानान्मदप्रमादतन्त्रतया शिथिलितात्माधिकारस्यात्मनो
૧ભિન્નસાધ્યસાધનભાવને અવલંબીને ૨સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે (અર્થાત્ સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે). જેમ કેઃ ‘(૧) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય) છે, (૨) આ અશ્રદ્ધેય છે, (૩) આ શ્રદ્ધનાર છે અને (૪) આ શ્રદ્ધાન છે; (૧) આ જ્ઞેય (જાણવાયોગ્ય) છે, (૨) આ અજ્ઞેય છે, (૩) આ જ્ઞાતા છે અને (૪) આ જ્ઞાન છે; (૧) આ આચરણીય (આચરવાયોગ્ય) છે, (૨) આ અનાચરણીય છે, (૩) આ આચરનાર છે અને (૪) આ આચરણ છે;’ — એમ (૧) કર્તવ્ય (કરવાયોગ્ય), (૨) અકર્તવ્ય, (૩) કર્તા અને (૪) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને કોમળ ( – મંદ) ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિને) ઉખેડતા જાય છે; કદાચિત્ અજ્ઞાનને લીધે ( – સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મ-અધિકાર (આત્માને વિષે અધિકાર) શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે; ફરી ફરીને (પોતાના આત્માને) દોષાનુસાર પ્રાયશ્ચિત્ત દેતા થકા તેઓ સતત ૧. મોક્ષમાર્ગપ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં, સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા
છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ) ભેદરત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યા છે. (નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) ૨. સુખે કરીને = સુગમપણે; સહજપણે; કઠિનતા વિના. [જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત
( – મોક્ષમાર્ગસેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાનજ્ઞાનચારિત્ર સંબંધી
વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.]