કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૧
त्वायेति । द्विविधं किल तात्पर्यम् — सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यञ्चेति । तत्र सूत्रतात्पर्यं
प्रतिसूत्रमेव प्रतिपादितम् । शास्त्रतात्पर्यं त्विदं प्रतिपाद्यते । अस्य खलु पारमेश्वरस्य
शास्त्रस्य, सकलपुरुषार्थसारभूतमोक्षतत्त्वप्रतिपत्तिहेतोः पञ्चास्तिकायषड्द्रव्यस्वरूपप्रति-
पादनेनोपदर्शितसमस्तवस्तुस्वभावस्य, नवपदार्थप्रपञ्चसूचनाविष्कृतबन्धमोक्षसम्बन्धिबन्ध-
मोक्षायतनबन्धमोक्षविकल्पस्य, सम्यगावेदितनिश्चयव्यवहाररूपमोक्षमार्गस्य, साक्षान्मोक्ष-
कारणभूतपरमवीतरागत्वविश्रान्तसमस्तहृदयस्य, परमार्थतो वीतरागत्वमेव तात्पर्यमिति ।
तदिदं वीतरागत्वं व्यवहारनिश्चयाविरोधेनैवानुगम्यमानं भवति समीहितसिद्धये,
તાત્પર્ય દ્વિવિધ હોય છેઃ ૧સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. તેમાં, સૂત્રતાત્પર્ય
સૂત્રદીઠ (ગાથાદીઠ) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને શાસ્ત્રતાત્પર્ય હવે પ્રતિપાદિત
કરવામાં આવે છેઃ —
સર્વ ૨પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં
પંચાસ્તિકાય અને ષડ્દ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં
આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધ-મોક્ષના સંબંધી (સ્વામી), બંધ-
મોક્ષનાં આયતન (સ્થાન) અને બંધ-મોક્ષના વિકલ્પ (ભેદ) પ્રગટ કરવામાં આવ્યાં છે,
નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનું જેમાં સમ્યક્ નિરૂપણ કરવામાં આવ્યું છે તથા સાક્ષાત્
મોક્ષના કારણભૂત પરમવીતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે — એવા આ ખરેખર
૩પારમેશ્વર શાસ્ત્રનું, પરમાર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે.
તે આ વીતરાગપણાને વ્યવહાર-નિશ્ચયના ૪અવિરોધ વડે જ અનુસરવામાં આવે
તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા
રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઇચ્છિતની સિદ્ધિ થાય છે,
૧. એકેક ગાથાસૂત્રનું તાત્પર્ય તે સૂત્રતાત્પર્ય છે અને આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્રતાત્પર્ય છે.
૨. પુરુષાર્થ = પુરુષ-અર્થ; પુરુષ-પ્રયોજન. [પુરુષાર્થોના ચાર વિભાગ પાડવામાં આવે છેઃ ધર્મ, અર્થ,
કામ અને મોક્ષ; પરંતુ સર્વ પુરુષ-અર્થોમાં મોક્ષ જ સારભૂત (તાત્ત્વિક) પુરુષ-અર્થ છે.]
૩. પારમેશ્વર = પરમેશ્વરના; જિનભગવાનના; ભાગવત; દૈવી; પવિત્ર.
૪. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ મહાવ્રતાદિસંબંધી શુભભાવો
યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય-વ્યવહારના અવિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને
તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે
હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.
પં. ૩૧