૨૪૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित् ।
स तेन वीतरागो भव्यो भवसागरं तरति ।।१७२।।
साक्षान्मोक्षमार्गसारसूचनद्वारेण शास्त्रतात्पर्योपसंहारोऽयम् ।
साक्षान्मोक्षमार्गपुरस्सरो हि वीतरागत्वम् । ततः खल्वर्हदादिगतमपि रागं चन्दननग-
सङ्गतमग्निमिव सुरलोकादिक्लेशप्राप्त्याऽत्यन्तमन्तर्दाहाय कल्पमानमाकलय्य साक्षान्मोक्षकामो
महाजनः समस्तविषयमपि रागमुत्सृज्यात्यन्तवीतरागो भूत्वा समुच्छलज्ज्वलद्दुःखसौख्यकल्लोलं
कर्माग्नितप्तकलकलोदभारप्राग्भारभयङ्करं भवसागरमुत्तीर्य, शुद्धस्वरूपपरमामृतसमुद्रमध्यास्य
सद्यो निर्वाति ।।
अलं विस्तरेण । स्वस्ति साक्षान्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतराग-
અન્વયાર્થઃ — [ तस्मात् ] તેથી [ निर्वृत्तिकामः ] મોક્ષાભિલાષી જીવ [ सर्वत्र ] સર્વત્ર
[ किञ्चित् रागं ] કિંચિત્ પણ રાગ [ मा करोतु ] ન કરો; [ तेन ] એમ કરવાથી [ सः भव्यः ]
તે ભવ્ય જીવ [ वीतरागः ] વીતરાગ થઈ [ भवसागरं तरति ] ભવસાગરને તરે છે.
ટીકાઃ — આ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે
(અર્થાત્ અહીં સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ
ઉપસંહાર કર્યો છે).
સાક્ષાત્મોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર ૧અર્હંતાદિગત
રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ વડે અત્યંત
અંતર્દાહનું કારણ સમજીને, સાક્ષાત્ મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને
છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે
કર્માગ્નિ વડે તપ્ત, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને
પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીઘ્ર નિર્વાણને પામે છે.
— વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્મોક્ષમાર્ગનો સાર
હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.
૧. અર્હંતાદિગત રાગ = અર્હંતાદિ પ્રત્યેનો રાગ; અર્હંતાદિવિષયક રાગ; અર્હંતાદિનો રાગ. [જેમ
ચંદનવૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અર્હંતાદિનો રાગ પણ દેવલોકાદિના ક્લેશની પ્રાપ્તિ
વડે અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે.]