Panchastikay Sangrah (Gujarati). Gatha: 172.

< Previous Page   Next Page >


Page 239 of 256
PDF/HTML Page 279 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૩૯
अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन
यः करोति तपःकर्म स सुरलोकं समादत्ते ।।१७१।।
अर्हदादिभक्तिमात्ररागजनितसाक्षान्मोक्षस्यान्तरायद्योतनमेतत
यः खल्वर्हदादिभक्तिविधेयबुद्धिः सन् परमसंयमप्रधानमतितीव्रं तपस्तप्यते, स
तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं
स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति
।।१७१।।
तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि
सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ।।१७२।।
અન્વયાર્થઃ[ यः ] જે (જીવ), [ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય
(અર્હંતાદિની પ્રતિમા) અને પ્રવચન (શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [ परेण
नियमेन ] પરમ સંયમ સહિત [ तपःकर्म ] તપકર્મ (તપરૂપ કાર્ય) [ करोति ] કરે છે, [ सः ]
તે [ सुरलोकं ] દેવલોકને [ समादत्ते ] સંપ્રાપ્ત કરે છે.
ટીકાઃઆ, માત્ર અર્હંતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્
મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે.
જે (જીવ) ખરેખર અર્હંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો
પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી જેનું
નિજ અંતઃકરણ કલંકિત (મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના આમોદથી જ્યાં
અંતરંગ (અંતઃકરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકનેકે જે સાક્ષાત્ મોક્ષને
અંતરાયભૂત છે તેનેસંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યંત (ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી
અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સંતપ્ત (દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧.
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
૧. પરમસંયમપ્રધાન = ઉત્કૃષ્ટ સંયમ જેમાં મુખ્ય હોય એવું
૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ.