૨૩
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यः खलु मोक्षार्थमुद्यतमनाः समुपार्जिताचिन्त्यसंयमतपोभारोऽप्यसम्भावितपरम-
वैराग्यभूमिकाधिरोहणसमर्थप्रभुशक्तिः पिञ्जनलग्नतूलन्यासन्यायेन नवपदार्थैः सहार्हदादि-
रुचिरूपां परसमयप्रवृत्तिं परित्यक्तुं नोत्सहते, स खलु न नाम साक्षान्मोक्षं लभते किन्तु
सुरलोकादिक्लेशप्राप्तिरूपया परम्परया तमवाप्नोति ।।१७०।।
अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण ।
जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियदि ।।१७१।।
જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમ-
તપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી
૧પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, ‘પીંજણને ચોંટેલ રૂ’ના ન્યાયે, નવ પદાર્થો તથા
અર્હંતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ
ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિરૂપ પરંપરા
વડે તેને પ્રાપ્ત કરે છે. ૧૭૦.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે,
સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧.
મોક્ષપ્રાપ્તિના હેતુભૂત કહેવામાં આવ્યા છે. આ કથન આરોપથી (ઉપચારથી) કરવામાં આવ્યું છે
એમ સમજવું. [આવો કથંચિત્ મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ
મોક્ષહેતુ બિલકુલ પ્રગટ્યો જ નથી — વિદ્યમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ
ભાવોમાં આરોપ કોનો કરવો?]
૧. પ્રભુશક્તિ = પ્રબળ શક્તિ; ઉગ્ર શક્તિ; પુષ્કળ શક્તિ. [જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત
કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત્ શુદ્ધાત્મભાવનાને અનુકૂળ,
જીવાદિપદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઈ રામચંદ્રાદિ
પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે
છે અને તેમને દાન આપે છે તેમ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર-
રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત્ ગૃહસ્થ-
અવસ્થામાં ભેદાભેદરત્નત્રયપરિણત આચાર્ય-ઉપાધ્યાય-સાધુનાં પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે
છે — ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે
સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પ-
સમાધિવિધાન વડે વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા નિજશુદ્ધાત્મામાં સ્થિર થઇ તેને (મોક્ષને) પ્રાપ્ત કરે છે.]