૨૪
૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
परमवीतरागभावमधिगम्य, साक्षान्मोक्षमनुभवन्तीति ।
अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाध्यसाधनभावावलोकनेना-
ऽनवरतं नितरां खिद्यमाना मुहुर्मुहुर्धर्मादिश्रद्धानरूपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुत-
संस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषितचैतन्यवृत्तयः, समस्तयतिवृत्तसमुदायरूपतपः-
प्रवृत्तिरूपकर्मकाण्डोमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः, कदाचित्किञ्चिद्विकल्पयन्तः,
कदाचित्किञ्चिदाचरन्तः; दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः, कदाचित्संविजमानाः,
कदाचिदनुकम्पमानाः, कदाचिदास्तिक्यमुद्वहन्तः, शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानां
व्युत्थापननिरोधाय नित्यबद्धपरिकराः, उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना
સ્થિર કરતા થકા), ક્રમે સમરસીભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી પરમ વીતરાગભાવને
પ્રાપ્ત કરી સાક્ષાત્ મોક્ષને અનુભવે છે.
[હવે કેવળવ્યવહારાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં
આવે છેઃ — ]
પરંતુ જેઓ કેવળવ્યવહારાવલંબી (કેવળ વ્યવહારને અવલંબનારા) છે તેઓ
ખરેખર *ભિન્નસાધ્યસાધનભાવના અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થકા,
(૧) ફરીફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી,
(૨) પુષ્કળ શ્રુતના (દ્રવ્યશ્રુતના) સંસ્કારથી ઊઠતા વિચિત્ર (અનેક પ્રકારના) વિકલ્પોની
જાળ વડે તેમની ચૈતન્યવૃત્તિ ચિત્રવિચિત્ર થતી હોવાથી અને (૩) સમસ્ત યતિ-આચારના
સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી,
(૧) ક્યારેક કાંઈકની (કોઈક બાબતની) રુચિ કરે છે, (૨) ક્યારેક કાંઈકના (કોઈક
બાબતના) વિકલ્પ કરે છે અને (૩) ક્યારેક કાંઈક આચરણ કરે છે; દર્શનાચરણ
માટે — તેઓ કદાચિત્ પ્રશમિત થાય છે, કદાચિત્ સંવેગ પામે છે, કદાચિત્ અનુકંપિત
થાય છે, કદાચિત્ આસ્તિક્યને ધારે છે, શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદ્રષ્ટિતાના
ઉત્થાનને અટકાવવા અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને
*ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે. જ્યાં સાધ્ય અને સાધન ભિન્ન કહેવામાં આવે
ત્યાં ‘આ સત્યાર્થ નિરૂપણ નથી પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે’ એમ સમજવું
જોઈએ. કેવળવ્યવહારાવલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધતા થકા અર્થાત્ ‘ખરેખર
શુભભાવરૂપ સાધનથી જ શુદ્ધભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે’ એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકા નિરંતર
અત્યંત ખેદ પામે છે. [વિશેષ માટે ૨૨૧ મા પાનાની બીજી તથા પાંચમી ફૂટનોટ જુઓ.]