Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 245 of 256
PDF/HTML Page 285 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૫
वारंवारमभिवर्धितोत्साहा; ज्ञानाचरणाय स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं
प्रपञ्चयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठु बहुमानमातन्वन्तो, निह्नवापत्तिं नितरां
निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः; चारित्राचरणाय हिंसानृतस्तेया-
ब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पञ्चमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु
गुप्तिषु नितान्तं गृहीतोद्योगा, ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरूपासु समितिष्वत्यन्त-
निवेशितप्रयत्नाः; तपआचरणायानशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्त-
शय्यासनकायक्लेशेष्वभीक्ष्णमुत्सहमानाः, प्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गस्वाध्यायध्यान-
परिकराङ्कुशितस्वान्ता; वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः; कर्म-
चेतनाप्रधानत्वाद्दूरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकल-
क्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञानचेतनां मनागप्यसम्भावयन्तः,
પ્રભાવનાને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે છે; જ્ઞાનાચરણ માટેસ્વાધ્યાયકાળને
અવલોકે છે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દુર્ધર ઉપધાન કરે છે, સારી રીતે
બહુમાનને પ્રસારે છે, નિહ્નવદોષને અત્યંત નિવારે છે, અર્થ, વ્યંજન અને
તદુભયની
શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે; ચારિત્રાચરણ માટેહિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ
અને પરિગ્રહની સર્વવિરતિરૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક્
યોગનિગ્રહ જેનું લક્ષણ છે (
યોગનો બરાબર નિરોધ કરવો તે જેનું લક્ષણ છે) એવી
ગુપ્તિઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે, ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને
ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે; તપાચરણ માટે
અનશન, અવમૌદર્ય,
વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશમાં સતત ઉત્સાહિત રહે
છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ
પરિકર વડે નિજ
અંતઃકરણને અંકુશિત રાખે છે; વીર્યાચરણ માટેકર્મકાંડમાં સર્વ શક્તિ વડે વ્યાપૃત
રહે છે; આમ કરતા થકા, કર્મચેતનાપ્રધાનપણાને લીધેજોકે અશુભકર્મપ્રવૃત્તિને
તેમણે અત્યંત નિવારી છે તોપણશુભકર્મપ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે
એવા તેઓ, સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઊતરેલી દર્શનજ્ઞાનચારિત્રની
ઐક્યપરિણતિરૂપ જ્ઞાનચેતનાને જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના
૧. તદુભય = તે બંને (અર્થાત્ અર્થ તેમ જ વ્યંજન બંને)
૨. પરિકર = સમૂહ; સામગ્રી.
૩. વ્યાપૃત = રોકાયેલ; ગૂંથાયેલ; મશગૂલ; મગ્ન.