वेगप्रचलितमनसा संक्षेपतः समस्तवस्तुतत्त्वसूचकत्वादतिविस्तृतस्यापि प्रवचनस्य सारभूतं
पञ्चास्तिकायसंग्रहाभिधानं भगवत्सर्वज्ञोपज्ञत्वात् सूत्रमिदमभिहितं मयेति । अथैवं शास्त्रकारः
श्रद्धीयते ।।१७३।।
इति समयव्याख्यायां नवपदार्थपुरस्सरमोक्षमार्गप्रपञ्चवर्णनो द्वितीयः श्रुतस्कन्धः समाप्तः ।। દ્વારા અથવા પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા તેનો સમુદ્યોત કરવો તે; [પરમ વૈરાગ્ય કરવાની જિનભગવાનની પરમ આજ્ઞાની પ્રભાવના એટલે (૧) તેની પ્રખ્યાતિ — જાહેરાત — કરવા દ્વારા અથવા (૨) પરમવૈરાગ્યમય પ્રકૃષ્ટ પરિણમન દ્વારા, તેનો સમ્યક્ પ્રકારે ઉદ્યોત કરવો તે;] તેના અર્થે જ ( – માર્ગની પ્રભાવના અર્થે જ), પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી જેનું મન અતિ ચલિત થતું હતું એવા મેં આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ નામનું સૂત્ર કહ્યું — કે જે ભગવાન સર્વજ્ઞ વડે ઉપજ્ઞ હોવાથી ( – વીતરાગ સર્વજ્ઞ જિનભગવાને સ્વયં જાણીને પ્રણીત કરેલું હોવાથી) ‘સૂત્ર’ છે, અને જે સંક્ષેપથી સમસ્તવસ્તુતત્ત્વનું (સર્વ વસ્તુના યથાર્થ સ્વરૂપનું) પ્રતિપાદન કરનારું હોવાથી, અતિ વિસ્તૃત એવા પણ પ્રવચનના સારભૂત છે ( – દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ એવા પણ જિનપ્રવચનના સારભૂત છે).
આ રીતે શાસ્ત્રકાર (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ) પ્રારંભેલા કાર્યના અંતને પામી, અત્યંત કૃતકૃત્ય થઈ, પરમનૈષ્કર્મ્યરૂપ શુદ્ધસ્વરૂપમાં વિશ્રાંત થયા ( — પરમ નિષ્કર્મપણારૂપ શુદ્ધસ્વરૂપમાં સ્થિર થયા) એમ શ્રદ્ધવામાં આવે છે (અર્થાત્ એમ અમે શ્રદ્ધીએ છીએ). ૧૭૩.
આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગ- પ્રપંચવર્ણન નામનો દ્વિતીય શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
[ હવે, ‘આ ટીકા શબ્દોએ કરી છે, અમૃતચંદ્રસૂરિએ નહિ’ એવા અર્થનો એક છેલ્લો શ્લોક કહીને અમૃતચંદ્રાચાર્યદેવ ટીકાની પૂર્ણાહુતિ કરે છેઃ ]