निरुत्सुकाः केवलज्ञानानुभूतिसमुपजाततात्त्विकानन्दनिर्भरतरास्तरसा संसारसमुद्रमुत्तीर्य
शब्दब्रह्मफलस्य शाश्वतस्य भोक्तारो भवन्तीति ।।१७२।।
આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત (નષ્ટ) કરી છે એવા, કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તતા, કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, શીઘ્ર સંસારસમુદ્રને પાર ઊતરી, શબ્દબ્રહ્મના શાશ્વત ફળના ( – નિર્વાણસુખના) ભોક્તા થાય છે. ૧૭૨.
અન્વયાર્થઃ — [ प्रवचनभक्तिप्रचोदितेन मया ] પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવાં મેં [ मार्गप्रभावनार्थं ] માર્ગની પ્રભાવના અર્થે [ प्रवचनसारं ] પ્રવચનના સારભૂત [ पञ्चास्तिकसङ्ग्रहं सूत्रम् ] ‘પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર [ भणितम् ] કહ્યું.
ટીકાઃ — આ, કર્તાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવનારી સમાપ્તિ છે (અર્થાત્ અહીં શાસ્ત્રકર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવતાં શાસ્ત્રસમાપ્તિ કરે છે).
માર્ગ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરી પરમ આજ્ઞા (અર્થાત્ પરમ વૈરાગ્ય કરવાની પરમેશ્વરની પરમ આજ્ઞા); તેની પ્રભાવના એટલે પ્રખ્યાપન