૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
“समवाओ पंचण्हं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं ।
सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ।।३।।
“समवादः समवायो वा पंचानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम् ।
स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ।।३।।
अत्र शब्दज्ञानार्थरूपेण त्रिविधाऽभिधेयता समयशब्दस्य लोकालोकविभाग-
श्चाभिहितः ।
લક્ષણ છે એવા +ફળથી સહિત છે.
ભાવાર્થઃ — વીતરાગસર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા શબ્દસમયને કોઈ
આસન્નભવ્ય પુરુષ સાંભળીને, તે શબ્દસમયના વાચ્યભૂત પંચાસ્તિકાયસ્વરૂપ અર્થસમયને
જાણે છે અને તેની અંદર આવી જતા શુદ્ધજીવાસ્તિકાયસ્વરૂપ અર્થમાં (પદાર્થમાં)
વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે સ્થિત રહીને ચાર ગતિનું નિવારણ કરી, નિર્વાણને પામી,
સ્વાત્મોત્પન્ન, અનાકુળતાલક્ષણ, અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ કારણથી દ્રવ્યાગમરૂપ
શબ્દસમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ્ય છે. ૨.
સમવાદ વા સમવાય પાંચ તણો સમય — ભાખ્યું જિને;
તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
અન્વયાર્થઃ — [पंचानां समवादः] પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ [वा]
અથવા [समवायः] તેમનો સમવાય (-પંચાસ્તિકાયનો સમ્યક્ બોધ અથવા સમૂહ)
[समयः] તે સમય છે [इति] એમ [जिनोत्तमैः प्रज्ञप्तम्] જિનવરોએ કહ્યું છે. [सः च
एव लोक : भवति] તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે);
[ततः] તેનાથી આગળ [अमितः अलोकः] અમાપ અલોક [खम्] આકાશસ્વરૂપ છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) શબ્દરૂપે, જ્ઞાનરૂપે અને અર્થરૂપે ( – શબ્દસમય,
*મૂળ ગાથામાં समवाओ શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ समवादः પણ થાય અને समवायः
પણ થાય.
+
ચાર ગતિનું નિવારણ (અર્થાત્ પરતંત્રતાની નિવૃત્તિ) અને નિર્વાણની ઉત્પત્તિ (અર્થાત્ સ્વતંત્રતાની
પ્રાપ્તિ) તે સમયનું ફળ છે.