Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 7 of 256
PDF/HTML Page 47 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
श्रमणमुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणम्
एष प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि ।।।।
समयो ह्यागमः तस्य प्रणामपूर्वकमात्मनाभिधानमत्र प्रतिज्ञातम् युज्यते हि स
प्रणन्तुमभिधातुं चाप्तोपदिष्टत्वे सति सफलत्वात तत्राप्तोपदिष्टत्वमस्य श्रमणमुखोद्-
गतार्थत्वात श्रमणा हि महाश्रमणाः सर्वज्ञवीतरागाः अर्थः पुनरनेकशब्दसम्बन्धे-
नाभिधीयमानो वस्तुतयैकोऽभिधेयः सफलत्वं तु चतसृणां नारकतिर्यग्मनुष्यदेवत्वलक्षणानां
गतीनां निवारणत्वात् पारतंत्र्यनिवृत्तिलक्षणस्य निर्वाणस्य शुद्धात्मतत्त्वोपलम्भरूपस्य परम्परया
कारणत्वात् स्वातंत्र्यप्राप्तिलक्षणस्य च फलस्य सद्भावादिति ।।।।
અન્વયાર્થઃ[श्रमणमुखोद्गतार्थं] શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય
(સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), [चतुर्गतिनिवारणं] ચાર
ગતિનું નિવારણ કરનાર અને [सनिर्वाणम्] નિર્વાણ સહિત (-નિર્વાણના કારણભૂત)
[इमं समयं] એવા આ સમયને [शिरसा प्रणम्य] શિરસા પ્રણમીને [एष वक्ष्यामि] હું
તેનું કથન કરું છું; [शृणुत] તે શ્રવણ કરો.
ટીકાસમય એટલે આગમ; તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે
એમ અહીં (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) પ્રતિજ્ઞા કરી છે. તે (સમય) પ્રણામ કરવાને
અને કથન કરવાને યોગ્ય છે, કારણ કે તે
*આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ
છે. ત્યાં, તેનું આપ્ત વડે ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે ‘શ્રમણના
મુખમાંથી નીકળેલ અર્થમય’ છે. ‘શ્રમણો’ એટલે મહાશ્રમણોસર્વજ્ઞવીતરાગદેવો;
અને ‘અર્થ’ એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો, વસ્તુપણે એક એવો
પદાર્થ. વળી તેનું (-સમયનું
) સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય
(૧) ‘નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું નિવારણ’
કરવાને લીધે અને (૨) શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ ‘નિર્વાણનું પરંપરાએ કારણ
હોવાને લીધે (૧) પરતંત્રતાનિવૃત્તિ જેનું લક્ષણ છે અને (૨) સ્વતંત્રતાપ્રાપ્તિ જેનું
*
આપ્ત = વિશ્વાસપાત્ર; પ્રમાણભૂત; યથાર્થ વક્તા. [સર્વજ્ઞદેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે
જાણી રહ્યા છે અને તેઓ વીતરાગ (મોહરાગદ્વેષરહિત) હોવાથી તેમને અસત્ય કહેવાનું લેશમાત્ર
પ્રયોજન રહ્યું નથી; તેથી વીતરાગ-સર્વજ્ઞદેવ ખરેખર આપ્ત છે. આવા આપ્ત વડે આગમ
ઉપદેશવામાં આવ્યું હોવાથી તે (
આગમ) સફળ છે.]