Panchastikay Sangrah (Gujarati). Gatha: 2.

< Previous Page   Next Page >


Page 6 of 256
PDF/HTML Page 46 of 296

 

background image
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
समणमुहुग्गदमट्ठं चदुग्गदिणिवारणं सणिव्वाणं
एसो पणमिय सिरसा समयमिणं सुणह वोच्छामि ।।।।
જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશય-વિમોહ-
વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરવિરોધાદિ દોષ રહિત હોવાથી
અથવા યુગપદ્ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી
વિશદ-સ્પષ્ટ-વ્યક્ત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે
અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું
,
અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ
રીતે બુદ્ધિ આદિ સાત ૠદ્ધિ તેમ જ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ
યોગીંદ્રોને પણ તેઓ વંદ્ય છે. (૪) ચોથું
, પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો
છે. આ રીતે કૃતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય
કોઈ નહિ.
આ પ્રમાણે ચાર વિશેષણોથી યુક્ત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવ-
નમસ્કાર કરીને મંગળ કર્યું.
પ્રશ્નજે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે
છે?
ઉત્તરભક્તિ અર્થે મંગળનું પણ *મંગળ કરવામાં આવે છે. સૂર્યને દીપકથી,
મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને) વાણીથી અને મંગળને મંગળથી
અર્ચવામાં આવે છે. ૧.
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સુણજો તમે;
જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
* આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ, શાસ્ત્રનું નિમિત્ત, શાસ્ત્રનો હેતુ
(ફળ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તાએ છ બાબતોનું વિસ્તૃત વિવેચન કર્યું
છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ
સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ
યોજવાયોગ્ય છે’ એમ કહ્યું છે.