Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 5 of 256
PDF/HTML Page 45 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
त्रिभुवनमूर्ध्वाधोमध्यलोकवर्ती समस्त एव जीवलोकस्तस्मै निर्व्याबाधविशुद्धात्म-
तत्त्वोपलम्भोपायाभिधायित्वाद्धितं, परमार्थरसिकजनमनोहारित्वान्मधुरं, निरस्तसमस्त-
शंकादिदोषास्पदत्वाद्विशदं वाक्यं दिव्यो ध्वनिर्येषामित्यनेन समस्तवस्तुयाथात्म्योप-
देशित्वात्प्रेक्षावत्प्रतीक्ष्यत्वमाख्यातम्
अन्तमतीतः क्षेत्रानवच्छिन्नः कालानवच्छिन्नश्च
परमचैतन्यशक्तिविलासलक्षणो गुणो येषामित्यनेन तु परमाद्भुतज्ञानातिशयप्रकाश-
नादवाप्तज्ञानातिशयानामपि योगीन्द्राणां वन्द्यत्वमुदितम्
जितो भव आजवंजवो
यैरित्यनेन तु कृतकृत्यत्वप्रकटनात्त एवान्येषामकृतकृत्यानां शरणमित्युपदिष्टम् इति
सर्वपदानां तात्पर्यम् ।।।।
લોકનેઊર્ધ્વ-અધો-મધ્ય લોકવર્તી સઘળાય જીવસમૂહનેનિર્બાધ વિશુદ્ધ આત્મતત્ત્વની
ઉપલબ્ધિનો ઉપાય કહેનાર હોવાથી હિતકર છે, પરમાર્થરસિક જનોનાં મનને હરનાર
હોવાથી મધુર છે અને સમસ્ત શંકાદિ દોષોનાં સ્થાન દૂર કરવામાં આવ્યાં હોવાથી
વિશદ (
નિર્મળ, સ્પષ્ટ) છે’ એમ કહીને (જિનો) સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો
ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત ડાહ્યા પુરુષોના બહુમાનને યોગ્ય છે (અર્થાત
જેમનો ઉપદેશ વિચારવંત ડાહ્યા પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ એવા છે)
એમ કહ્યું. ‘અનંતક્ષેત્રથી અંત રહિત અને કાળથી અંત રહિતપરમચૈતન્યશક્તિના
વિલાસસ્વરૂપ ગુણ જેમને વર્તે છે’ એમ કહીને (જિનોને) પરમ અદ્ભુત જ્ઞાનાતિશય
પ્રગટ થયો હોવાથી જ્ઞાનાતિશયને પામેલા યોગીંદ્રોથી પણ વંદ્ય છે એમ કહ્યું. ‘ભવ
અર્થાત્ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે’ એમ કહીને કૃતકૃત્યપણું પ્રગટ થયું
હોવાથી તેઓ જ (જિનો જ) બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે એમ ઉપદેશ્યું.
આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય છે.
ભાવાર્થઅહીં જિનભગવંતોનાં ચાર વિશેષણો વર્ણવીને તેમને ભાવનમસ્કાર
કર્યો છે. (૧) પ્રથમ તો, જિનભગવંતો સો ઇન્દ્રોથી વંદ્ય છે. આવા અસાધારણ
નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી, કારણ કે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી
(
દેવાધિદેવ જિનભગવાન સિવાય) અન્ય કોઈ પણ દેવ સો ઇન્દ્રોથી વંદિત નથી.
(૨) બીજું, જિનભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય
દર્શાવતી હોવાથી હિતકર છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ-અપૂર્વ-
પરમાનંદરૂપ પારમાર્થિકસુખરસાસ્વાદના રસિક જનોનાં મનને હરતી હોવાથી (
અર્થાત
પરમ સમરસીભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી) મધુર છે; શુદ્ધ