૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ सूत्रावतार : —
इंदसदवंदियाणं तिहुवणहिदमधुरविसदवक्काणं ।
अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ।।१।।
इन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमधुरविशदवाक्येभ्यः ।
अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ।।१।।
अथात्र ‘नमो जिनेभ्यः’ इत्यनेन जिनभावनमस्काररूपमसाधारणं शास्त्रस्यादौ
मङ्गलमुपात्तम् । अनादिना सन्तानेन प्रवर्तमाना अनादिनैव सन्तानेन प्रवर्तमानैरिन्द्राणां
शतैर्वन्दिता ये इत्यनेन सर्वदैव देवाधिदेवत्वात्तेषामेवासाधारणनमस्कारार्हत्वमुक्तम् ।
હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે
છેઃ
શત-ઇન્દ્રવંદિત, ત્રિજગહિત-નિર્મળ-મધુર વદનારને,
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
અન્વયાર્થઃ — [इन्द्रशतवन्दितेभ्यः] સો ઇન્દ્રોથી જે વંદિત છે, [त्रिभुवनहित-
मधुरविशदवाक्येभ्यः] ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ) જેમની
વાણી છે, [अन्तातीतगुणेभ्यः] (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે
છે અને [जितभवेभ्यः] ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, [जिनेभ्यः] તે જિનોને [नमः]
નમસ્કાર હો.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) ‘જિનોને નમસ્કાર હો’ એમ કહીને શાસ્ત્રના
આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ ૧મંગળ કહ્યું. ‘જેઓ અનાદિ પ્રવાહથી
પ્રવર્તતા (-ચાલ્યા આવતા) થકા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા (-ચાલ્યા આવતા) ૨સો
સો ઇંદ્રોથી વંદિત છે’ એમ કહીને સદાય દેવાધિદેવપણાને લીધે તેઓ જ (જિનો જ)
અસાધારણ નમસ્કારને યોગ્ય છે એમ કહ્યું. ‘જેમની વાણી અર્થાત્ દિવ્ય ધ્વનિ ત્રણ
૧. મળને અર્થાત્ પાપને ગાળે — નષ્ટ કરે તે મંગળ છે, અથવા સુખને પ્રાપ્ત કરે — લાવે તે મંગળ છે.
૨. ભવનવાસી દેવોના ૪૦ ઇન્દ્રો, વ્યંતર દેવોના ૩૨, કલ્પવાસી દેવોના ૨૪, જ્યોતિષ્ક દેવોના ૨,
મનુષ્યોનો ૧ અને તિર્યંચોનો ૧ — એમ કુલ ૧૦૦ ઇન્દ્રો અનાદિ પ્રવાહરૂપે ચાલ્યા આવે છે.