Panchastikay Sangrah (Gujarati). Shlok: 4-6.

< Previous Page   Next Page >


Page 3 of 256
PDF/HTML Page 43 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
पञ्चास्तिकायषड्द्रव्यप्रकारेण प्ररूपणम्
पूर्वं मूलपदार्थानामिह सूत्रकृता कृतम् ।।।।
जीवाजीवद्विपर्यायरूपाणां चित्रवर्त्मनाम्
ततो नवपदार्थानां व्यवस्था प्रतिपादिता ।।।।
ततस्तत्त्वपरिज्ञानपूर्वेण त्रितयात्मना
प्रोक्ता मार्गेण कल्याणी मोक्षप्राप्तिरपश्चिमा ।।।।

[શ્લોકાર્થ] અહીં પહેલાં *સૂત્રકર્તાએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને ષડ્દ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે (અર્થાત્ આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિષે શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે વિશ્વના મૂળ પદાર્થોનું પાંચ અસ્તિકાય અને છ દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે). []

[શ્લોકાર્થ] પછી (બીજા અધિકારમાં), જીવ અને અજીવ એ બેના પર્યાયોરૂપ નવ પદાર્થોનીકે જેમના માર્ગ અર્થાત્ કાર્ય ભિન્નભિન્ન પ્રકારના છે તેમની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. []

[શ્લોકાર્થ] પછી (બીજા અધિકારના અંતમાં) તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, ષડ્દ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગથી) કલ્યાણસ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાપ્તિ કહી છે. [] *આ શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ગૃધ્રપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદેવ આ શાસ્ત્રની તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કેઃ ‘હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમત્કુંદકુંદાચાર્યદેવેજેમનાં

બીજાં નામો પદ્મનંદી વગેરે હતાં તેમણેપ્રસિદ્ધકથાન્યાયે પૂર્વવિદેહમાં જઈ વીતરાગ-સર્વજ્ઞ
સીમંધરસ્વામી તીર્થંકરપરમદેવનાં દર્શન કરીને, તેઓશ્રીના મુખકમળથી નીકળેલી દિવ્ય વાણીના
શ્રવણ વડે અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને, ત્યાંથી પાછા આવી
અંતઃતત્ત્વ અને બહિઃતત્ત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ
શિષ્યના પ્રતિબોધન અર્થે રચેલા પંચાસ્તિકાય-પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક
તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે.’