Panchastikay Sangrah (Gujarati). Shlok: 2-3.

< Previous Page   Next Page >


Page 2 of 256
PDF/HTML Page 42 of 296

 

background image
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दुर्निवारनयानीकविरोधध्वंसनौषधिः
स्यात्कारजीविता जीयाज्जैनी सिद्धान्तपद्धतिः ।।।।
सम्यग्ज्ञानामलज्योतिर्जननी द्विनयाश्रया
अथातः समयव्याख्या संक्षेपेणाऽभिधीयते ।।।।
[હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા જિનવાણીની સ્તુતિ કરે છે]
[શ્લોકાર્થઃ] સ્યાત્કાર જેનું જીવન છે એવી જૈની (જિનભગવાનની)
સિદ્ધાંતપદ્ધતિકે જે દુર્નિવાર નયસમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે
જયવંત હો. []
[હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની
ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે]
[શ્લોકાર્થ] હવે અહીંથી, જે સમ્યગ્જ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી
દ્વિનયાશ્રિત (બે નયોનો આશ્રય કરનારી) સમયવ્યાખ્યા (પંચાસ્તિકાયસંગ્રહ નામના
શાસ્ત્રની સમયવ્યાખ્યા નામની ટીકા) સંક્ષેપથી કહેવામાં આવે છે. []
[હવે ત્રણ શ્લોકો દ્વારા ટીકાકાર આચાર્યદેવ આ પંચાસ્તિકાયસંગ્રહ નામના
શાસ્ત્રમાં કયા કયા વિષયોનું નિરૂપણ છે તે અતિ સંક્ષેપથી કહે છે]
૧. ‘સ્યાત્’ પદ જિનદેવની સિદ્ધાંતપદ્ધતિનું જીવન છે. (સ્યાત્ = કથંચિત્; કોઈ અપેક્ષાથી; કોઈ
પ્રકારે.)
૨. દુર્નિવાર = નિવારવો મુશ્કેલ; ટાળવો મુશ્કેલ.
૩. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે અનેક અંતમય (
ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમ
જ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત્ (અર્થાત્ દ્રવ્ય-
અપેક્ષાએ) નિત્યતા અને કથંચિત્ (અર્થાત્ પર્યાય-અપેક્ષાએ) અનિત્યતા માનવામાં જરા પણ
વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્યાદ્વાદ
વડે (
અપેક્ષાકથનથી) વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને, નિત્યત્વ-અનિત્યત્વાદિ ધર્મોમાં (અને
તે તે ધર્મ બતાવનારા નયોમાં) અવિરોધ (સુમેળ) અબાધિતપણે સિદ્ધ કરે છે અને ધર્મો વિના
વસ્તુની નિષ્પત્તિ જ ન હોઈ શકે એમ નિર્બાધપણે સ્થાપે છે.
૪. સમયવ્યાખ્યા=સમયની વ્યાખ્યા; પંચાસ્તિકાયની વ્યાખ્યા; દ્રવ્યની વ્યાખ્યા; પદાર્થની વ્યાખ્યા.
[વ્યાખ્યા=વ્યાખ્યાન; સ્પષ્ટ કથન; વિવરણ; સ્પષ્ટીકરણ.]