કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૭
सदावेदयन्ति, गुणपर्यायांश्चात्मलाभनिबन्धनभूतान् प्रथयन्ति । गुणपर्यायास्त्वन्वयव्यतिरेकि-
त्वाद्ध्रौव्योत्पत्तिविनाशान् सूचयन्ति, नित्यानित्यस्वभावं परमार्थं सच्चोपलक्षयन्तीति ।।१०।।
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो ।
विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ।।११।।
उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः ।
विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ।।११।।
अत्रोभयनयाभ्यां द्रव्यलक्षणं प्रविभक्त म् ।
જણાવે છે તથા (૨) ૧પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણપર્યાયોને જાહેર કરે
છે, ૨ગુણપર્યાયો અન્વય અને વ્યતિરેકવાળા હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયને
સૂચવે છે તથા (૨) નિત્યાનિત્યસ્વભાવવાળા પારમાર્થિક સત્ને જણાવે છે.
ભાવાર્થઃ — દ્રવ્યનાં ત્રણ લક્ષણો છેઃસત્, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો.
આ ત્રણે લક્ષણો પરસ્પર અવિનાભાવી છે; જ્યાં એક હોય ત્યાં બાકીનાં બંને નિયમથી
હોય છે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
અન્વયાર્થઃ — [द्रव्यस्य च] દ્રવ્યનો [उत्पत्तिः] ઉત્પાદ [वा] કે [विनाशः] વિનાશ
[न अस्ति] નથી, [सद्भावः अस्ति] સદ્ભાવ છે. [तस्य एव पर्यायाः] તેના જ પર્યાયો
[विगमोत्पादध्रुवत्वं] વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા [कुर्वन्ति] કરે છે.
ટીકાઃ — અહીં બન્ને નયો વડે દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે (અર્થાત્) બે નયોની
૧. પોતાના=ઉત્પાદવ્યયધ્રૌવ્યના. (જો ગુણ હોય તો જ ધ્રૌવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ
ઉત્પાદવ્યય હોય; માટે જો ગુણપર્યાયો ન હોય તો ઉત્પાદવ્યયધ્રૌવ્ય પોતાના સ્વરૂપને પામી શકે
જ નહિ. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે’ એમ કહેતા તે ગુણપર્યાયવાળું પણ જાહેર થઈ
જાય છે.)
૨. પ્રથમ તો, ગુણપર્યાયો અન્વય દ્વારા ધ્રૌવ્યને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદવ્યયને સૂચવે છે;
આ રીતે તેઓ ઉત્પાદવ્યયધ્રૌવ્યને સૂચવે છે. બીજું, ગુણપર્યાયો અન્વય દ્વારા નિત્યતાને જણાવે છે
અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે; આ રીતે તેઓ નિત્યાનિત્યસ્વરૂપ સત્ને જણાવે છે.