૨૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भिन्नानि विशेषादेशाद्भिन्नानि युगपद्भावीनि स्वभावभूतानि द्रव्यस्य लक्षणं
भवन्तीति । गुणपर्याया वा द्रव्यलक्षणम् । अनेकान्तात्मकस्य वस्तुनोऽन्वयिनो विशेषा
गुणा व्यतिरेकिणः पर्यायास्ते द्रव्ये यौगपद्येन क्रमेण च प्रवर्तमानाः कथञ्चिद्भिन्नाः
कथञ्चिदभिन्नाः स्वभावभूताः द्रव्यलक्षणतामापद्यन्ते । त्रयाणामप्यमीषां द्रव्यलक्षणा-
नामेकस्मिन्नभिहितेऽन्यदुभयमर्थादेवापद्यते । सच्चेदुत्पादव्ययध्रौव्यवच्च गुणपर्यायवच्च । उत्पाद-
व्ययध्रौव्यवच्चेत्सच्च गुणपर्यायवच्च । गुणपर्यायवच्चेत्सच्चोत्पादव्ययतध्रौव्यवच्चेति । सद्धि नित्या-
नित्यस्वभावत्वाद्ध्रुवत्वमुत्पादव्ययात्मकतांच प्रथयति, ध्रुवत्वात्मकैर्गुणैरुत्पादव्ययात्मकैः
पर्यायैश्च सहैकत्वञ्चाख्याति । उत्पादव्ययध्रौव्याणि तु नित्यानित्यस्वरूपं परमार्थं
— કે જેઓ સામાન્ય આદેશે અભિન્ન છે (અર્થાત્ સામાન્ય કથને દ્રવ્યથી અભિન્ન છે),
વિશેષ આદેશે (દ્રવ્યથી) ભિન્ન છે, યુગપદ્ વર્તે છે અને સ્વભાવભૂત છે તેઓ — દ્રવ્યનું
લક્ષણ છે.
અથવા, ગુણપર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાંતાત્મક વસ્તુના +અન્વયી વિશેષો તે
ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણપર્યાયો (ગુણો અને પર્યાયો) —
કે જેઓ દ્રવ્યમાં એકીસાથે અને ક્રમે પ્રવર્તે છે, (દ્રવ્યથી) કથંચિત્ ભિન્ન ને કથંચિત્
અભિન્ન છે તથા સ્વભાવભૂત છે તેઓ — દ્રવ્યનું લક્ષણ છે.
દ્રવ્યનાં આ ત્રણે લક્ષણોમાંથી ( – સત્, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો એ
ત્રણ લક્ષણોમાંથી) એક કહેતાં બાકીનાં બંને (વગરકહ્યે) અર્થથી જ આવી જાય
છે. જો દ્રવ્ય સત્ હોય, તો તે (૧) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું અને (૨) ગુણપર્યાયવાળું
હોય; જો ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ગુણપર્યાયવાળું
હોય; જો ગુણપર્યાયવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય.
તે આ પ્રમાણેઃ — સત્ નિત્યાનિત્યસ્વભાવવાળું હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદ-
વ્યયાત્મકતાને જાહેર કરે છે તથા (૨) ધ્રૌવ્યાત્મક ગુણો અને ઉત્પાદવ્યયાત્મક પર્યાયો
સાથે એકત્વ દર્શાવે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય (૧) નિત્યાનિત્યસ્વરૂપ ૧પારમાર્થિક સત્ને
+અન્વય ને વ્યતિરેકના અર્થ માટે ૧૩મા પાને પદટિપ્પણ જુઓ.
૧. પારમાર્થિક=વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યાનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય
અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે તેથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય નિત્યાનિત્યસ્વરૂપ વાસ્તવિક
સત્ને જણાવે છે. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે’ એમ કહેતાં ‘તે સત્ છે’ એમ પણ
વગરકહ્યે જ આવી જાય છે).