કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૫
द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्त म् ।
गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ।।१०।।
अत्र त्रेधा द्रव्यलक्षणमुक्त म् ।
सद्द्रव्यलक्षणम् । उक्त लक्षणायाः सत्ताया अविशेषाद्द्रव्यस्य सत्स्वरूपमेव
लक्षणम् । न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षण-
विभागाभाव इति । उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम् । एकजात्यविरोधिनि क्रमभुवां
भावानां संताने पूर्वभावविनाशः समुच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः,
पूर्वोत्तरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम् । तानि सामान्यादेशाद-
અન્વયાર્થઃ — [यत्] જે [सल्लक्षणकम्] ‘સત્’લક્ષણવાળું છે, [उत्पादव्यय-
ध्रुवत्वसंयुक्तम्] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે [वा] અથવા [गुणपर्यायाश्रयम्] જે
ગુણપર્યાયોનો આશ્રય છે, [तद्] તેને [ सर्वज्ञाः ] સર્વજ્ઞો [द्रव्यं] દ્રવ્ય [भणन्ति] કહે છે.
ટીકાઃ — અહીં ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
‘સત્’ દ્રવ્યનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે
‘સત્’સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત્માત્ર જ સ્વરૂપ નથી
કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું
જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્નઃ — જો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે
— સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો ‘સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે’ એવો વિભાગ
કઈ રીતે ઘટે છે? ઉત્તરઃ — અનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ
તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ
લક્ષણ છે — એવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું
લક્ષણ છે.)
અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે
ક્રમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ
( — પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર
ભાવોના વ્યય-ઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય
*દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતો — તોડતો નથી અર્થાત્ જાતિ-અપેક્ષાએ સદા
એકપણું જ રાખે છે.
પં. ૪