૨૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सद्भावपर्यायान् स्वभावविशेषानित्यनुगतार्थया निरुक्त्या द्रव्यं व्याख्यातम् । द्रव्यं च
लक्ष्यलक्षणभावादिभ्यः कथञ्चिद्भेदेऽपि वस्तुतः सत्ताया अपृथग्भूतमेवेति मन्तव्यम् ।
ततो यत्पूर्वं सत्त्वमसत्त्वं त्रिलक्षणत्वमत्रिलक्षणत्वमेकत्वमनेकत्वं सर्वपदार्थस्थितत्वमेक-
पदार्थस्थितत्वं विश्वरूपत्वमेकरूपत्वमनन्तपर्यायत्वमेकपर्यायत्वं च प्रतिपादितं सत्ताया-
स्तत्सर्वं तदनर्थान्तरभूतस्य द्रव्यस्यैव द्रष्टव्यम् । ततो न कश्चिदपि तेषु सत्ता-
विशेषोऽवशिष्येत यः सत्तां वस्तुतो द्रव्यात्पृथक् व्यवस्थापयेदिति ।।९।।
दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं ।
गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ।।१०।।
૧દ્રવે છે — પામે છે — સામાન્યરૂપ સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે’ — એમ ૨અનુગત
અર્થવાળી નિરુક્તિથી દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી. વળી જોકે ૩લક્ષ્યલક્ષણભાવાદિક
દ્વારા દ્રવ્યને સત્તાથી કથંચિત્ ભેદ છે તોપણ વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્ય સત્તાથી અપૃથક્
જ છે એમ માનવું. માટે પૂર્વે (૮મી ગાથામાં) સત્તાને જે સત્પણું, અસત્પણું,
ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું, એકપણું, અનેકપણું, સર્વપદાર્થસ્થિતપણું, એકપદાર્થસ્થિતપણું,
વિશ્વરૂપપણું, એકરૂપપણું, અનંતપર્યાયમયપણું અને એકપર્યાયમયપણું કહેવામાં આવ્યું તે
બધું સત્તાથી અનર્થાંતરભૂત ( – અભિન્નપદાર્થભૂત, અનન્યપદાર્થભૂત) દ્રવ્યને જ દેખવું
(અર્થાત્ સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું વગેરે બધા સત્તાના વિશેષો
દ્રવ્યના જ છે એમ માનવું). તેથી તેમનામાં ( – તે સત્તાના વિશેષોમાં) કોઈ સત્તાવિશેષ
બાકી રહેતો નથી કે જે સત્તાને વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્યથી પૃથક્ સ્થાપે. ૯.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે,
ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦.
૧. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘द्रवति गच्छति’નો એક અર્થ તો
‘દ્રવે છે અર્થાત્ પામે છે’ એમ કરવામાં આવ્યો છે; તે ઉપરાંત ‘द्रवति એટલે સ્વભાવ-
પર્યાયોને દ્રવે છે અને गच्छति એટલે વિભાવપર્યાયોને પામે છે’ એવો બીજો અર્થ પણ ત્યાં
કરવામાં આવ્યો છે.
૨. અહીં દ્રવ્યની જે નિરુક્તિ કરવામાં આવી છે તે ‘द्रु’ ધાતુને અનુસરતા ( – મળતા) અર્થવાળી છે.
૩. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે.