કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૨૩
दवियदि गच्छदि ताइं ताइं सब्भावपज्जयाइं जं ।
दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो ।।९।।
द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत् ।
द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ।।९।।
अत्र सत्ताद्रव्ययोरर्थान्तरत्वं प्रत्याख्यातम् ।
द्रवति गच्छति सामान्यरूपेण स्वरूपेण व्याप्नोति तांस्तान् क्रमभुवः सहभुवश्च
રહી શકે, તેથી પ્રત્યેક વસ્તુની અવાન્તરસત્તા નિશ્ચિત ‘એક રૂપવાળી’ જ છે.
(૬) મહાસત્તા સર્વ પર્યાયોમાં રહેલી છે તેથી તે ‘અનંતપર્યાયમય’ છે. ભિન્નભિન્ન
પર્યાયોમાં (કથંચિત્) ભિન્નભિન્ન સત્તાઓ હોય તો જ એક એક પર્યાય ભિન્નભિન્ન
રહીને અનંત પર્યાયો સિદ્ધ થાય, નહિ તો પર્યાયોનું અનંતપણું જ ન રહે — એકપણું
થઈ જાય; માટે પ્રત્યેક પર્યાયની અવાન્તરસત્તા તે તે ‘એક પર્યાયમય’ જ છે.
આ રીતે સામાન્યવિશેષાત્મક સત્તા, મહાસત્તારૂપ તેમ જ અવાન્તરસત્તારૂપ
હોવાથી, (૧) સત્તા પણ છે અને અસત્તા પણ છે, (૨) ત્રિલક્ષણા પણ છે અને
અત્રિલક્ષણા પણ છે, (૩) એક પણ છે અને અનેક પણ છે, (૪) સર્વપદાર્થસ્થિત પણ
છે અને એકપદાર્થસ્થિત પણ છે. (૫) સવિશ્વરૂપ પણ છે અને એકરૂપ પણ છે,
(૬) અનંતપર્યાયમય પણ છે અને એકપર્યાયમય પણ છે. ૮.
તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવે — વ્યાપે — લહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
અન્વયાર્થઃ — [तान् तान् सद्भावपर्यायान्] તે તે સદ્ભાવપર્યાયોને [यत्] જે
[द्रवति] દ્રવે છે — [गच्छति] પામે છે, [तत्] તેને [द्रव्यं भणन्ति] (સર્વજ્ઞો) દ્રવ્ય કહે
છે — [सत्तातः अनन्यभूतं तु] કે જે સત્તાથી અનન્યભૂત છે.
ટીકાઃ — અહીં સત્તાને અને દ્રવ્યને અર્થાંતરપણું (ભિન્નપદાર્થપણું, અન્ય-
પદાર્થપણું) હોવાનું ખંડન કર્યું છે.
‘તે તે ક્રમભાવી અને સહભાવી સદ્ભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે