૨૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
रूपत्वं सविश्वरूपायाः । प्रतिपर्यायनियताभिरेव सत्ताभिः प्रतिनियतैकपर्यायाणामानन्त्यं
भवतीत्येकपर्यायत्वमनन्तपर्यायायाः । इति सर्वमनवद्यं सामान्यविशेषप्ररूपणप्रवणनय-
द्वयायत्तत्वात्तद्देशनायाः ।।८।।
સવિશ્વરૂપ(સત્તા)ને એકરૂપપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ
હોવાથી ‘સવિશ્વરૂપ’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકરૂપ’
પણ છે). (૬) પ્રત્યેક પર્યાયમાં રહેલી (વ્યક્તિગત ભિન્નભિન્ન) સત્તાઓ વડે જ
પ્રતિનિશ્ચિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે તેથી અનંતપર્યાયમય(સત્તા)ને
એકપર્યાયમયપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી
‘અનંતપર્યાયમય’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી ‘એકપર્યાયમય’
પણ છે).
આ રીતે બધું નિરવદ્ય છે (અર્થાત્ ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિર્બાધ
છે, કિંચિત્ વિરોધવાળું નથી) કારણ કે તેનું (-સત્તાના સ્વરૂપનું) કથન સામાન્ય અને
વિશેષના પ્રરૂપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે.
ભાવાર્થઃ — સામાન્યવિશેષાત્મક સત્તાનાં બે પડખાં છેઃએક પડખું તે મહાસત્તા
અને બીજું પડખું તે અવાન્તરસત્તા. (૧) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને
અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે; તેથી જો મહાસત્તાને ‘સત્તા’ કહીએ તો
અવાન્તરસત્તાને ‘અસત્તા’ કહેવાય. (૨) મહાસત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવાં ત્રણ
લક્ષણવાળી છે તેથી તે ‘ત્રિલક્ષણા’ છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ
છે, નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ
એક લક્ષણ છે તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી
હોવાથી ‘અત્રિલક્ષણા’ છે. (૩) મહાસત્તા સમસ્ત પદાર્થસમૂહમાં ‘સત્, સત્, સત્’
એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની સ્વરૂપસત્તા બીજી કોઈ વસ્તુની
સ્વરૂપસત્તા નથી, તેથી જેટલી વસ્તુઓ તેટલી સ્વરૂપસત્તાઓ; માટે આવી સ્વરૂપસત્તાઓ
અથવા અવાન્તરસત્તાઓ ‘અનેક’ છે. (૪) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા ‘સર્વ
પદાર્થોમાં રહેલી’ છે. વ્યક્તિગત પદાર્થોમાં રહેલી ભિન્નભિન્ન વ્યક્તિગત સત્તાઓ વડે
જ પદાર્થોનું ભિન્નભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ રહી શકે, તેથી તે તે પદાર્થની અવાન્તરસત્તા
તે તે ‘એક પદાર્થમાં જ સ્થિત’ છે. (૫) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો
(સ્વભાવો) સહિત છે તેથી તે ‘સવિશ્વરૂપ’ (સર્વરૂપવાળી) છે. વસ્તુની સત્તાનું
(કથંચિત્) એક રૂપ હોય તો જ તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ (-ચોક્કસ એક સ્વભાવ)